Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

૧૩ મગર ભરેલા તળાવમાં આ ભાઇએ ડૂબકી મારી

ન્યુયોર્ક, તા. ર૩ : અમેરિકાના ફલોરિડામાં એવોન પાર્કમાં મોતના મુખમાંથી બચાવીને લવાયેલા લગભગ ૧૩ ક્રોકોડાઇલ્સને રાખવામાં આવ્યા છે. બધા જ મગરો મૂળે ચાઇનીઝ અને અમેરિકન પ્રજાતિના છે. જોકે થોડાક મહિના પહેલા ડેન અબોટ નામના ડાઇવરે પાગલપંતી કહેવાય એવું કારનામું કયું. મગરને જે તળાવમાં રાખવામાં આવ્યા હતાં એમાં ડાઇવર કૂદી પડયો અને ધીમે-ધીમે કરતા મગરની એટલો નજીક જઇ ચડયો કે એક ઝપટમાં મગર તેનો કોળિયો કરી જાય તો કોઇ તેને બચાવી ન શકે. તેણે પોતાનું આ સાહસ અન્ડરવોટર કેમેરા દ્વારા વિડિયોમાં પણ કંડાયું હતું. તાજેતરમાં આ વિડિયો-કિલપ એક ડોકયુમેન્ટરી માટે તેણે જાહેર કરી હતી.

(11:43 am IST)