Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

લગ્ન પાર્ટી માટે પહેરો બનારસી વેડિંગ ડીઝાઈન સાડી

ભારતીય પહેરવેશ વિશ્વભરમાં પ્રખ્યાત છે. સાડી ભારતના મુખ્ય પરીધાનોમાંથી એક છે. લગ્ન પાર્ટી હોય કે ઘરનો ફંકશન હોય બધી જગ્યાએ સાડીનું પોતાનું અલગ જ મહત્વ છે.

સિમ્પલ બ્લુ સાડી

આવી પ્લેન બ્લુ સાડીમાં ગોલ્ડન રંગનો લેસ મુકેલ હોય અને તે જ ડીઝાઈનનું ગોલ્ડન રંગનું  અથવા બ્રાસાનું બ્લાઉઝ તમારી સુંદરતાને ચાર ચાંદ લગાવે છે. આવી સાડી સિમ્પલ હોવા છતા તમારી સુંદરતા નીખારે છે.

ફ્લાવર ડિઝાઈન ફુલ નેટ સાડી

આવી સાડી આખી નેટની હોય છે અને તેમાં ફલાવર નેટ હોય છે. આ પ્રકારની આછા રંગની સાડી સાથે ડાર્ક રંગનું બ્લાઉઝ સુંદર લાગે છે.

કાંજીવરમ ડીઝાઈન સાડી

આવી સાડીમાં સુંદર ભારે લેસથી સાડીને ડીઝાઈન કરવામાં આવે છે. અને સાડીના વચ્ચેના ભાગમાં નાના નાના ડાયમંડ કે જરદોશી વર્ક હોય છે.

બનારસી વેડિંગ ડિઝાઈન સાડી

આ સાડી તમે લગ્ન પ્રસંગમાં પહેરી શકો છો. લાલ રંગની આ સાડીમાં પાલવ સ્કીન કલરનો હોવાથી સુંદર લુક આવે છે. તેમાં ભરતકામ કરી હેવી ડિઝાઈન દ્વારા ખાસ લગ્ન માટે તૈયાર કરવામાં આવી છે.

એમ્બ્રોડરી નેટ ડીઝાઈન સાડી

ગોલ્ડ રંગની નેટની સાડી પર એમ્બ્રોડરી વર્ક કરેલ હોય તો તે તમારી સુંદરતાને ચાર ચાંદ લગાવે છે. અમુક પ્રકારની સાડીઓ એવી હોય છે કે જેને તમે બધી ઋતુમાં પહેરી શકો છો.

(9:22 am IST)