Gujarati News

Gujarati News

News of Thursday, 23rd April 2020

અમેરિકામાં 18 વર્ષીય ટીનેજરને સંતાકૂકડી રમવું ભારે પડ્યું:ફસાઈ ગઈ વોશિંગ મશીનમાં

નવી દિલ્હી: અમેરિકામાં 18 વર્ષીય ટીનેજર સંતાકુકડી રમતા અચાનક વોશિંગ મશીનમાં ફસાઈ જતા પરિવારે ફાયર ડિપાર્ટમેન્ટમાં રેસ્ક્યૂ ટીમની મદદથી તેને મશીનની બહાર કાઢી હતી. પરાક્રમ કરનારી ડેન્સીએ કહ્યું કે, હું મારા ભાઈ-બહેનો સાથે હાઇડ એન્ડ સીક રમી રહી હતી. ઘરમાં છૂપાવા જેવી બધી જગ્યાએ મેં છૂપાઈ લીધું હતું, ત્યાં અચાનક મને વોશિંગ મશીનનો આઈડિયા આવ્યો. મને નહોતી ખબર કે વોશિંગ મશીનમાં હું ફસાઈ જઈશ અને મને મારા કામ પર શરમ અને હસવું બંને આવે છે.

(6:19 pm IST)