Gujarati News

Gujarati News

News of Thursday, 23rd April 2020

Online Shopping કરતી વખતે કેવી રીત બચશો કોરોના વાઈરસથી ?

 વિદ -૧૯ના શરૂઆતથી જ જીવનની ગતિ ધીમી પડી ગઈ છે. જો કે સરકાર ૨૦ એપ્રિલથી online shopping શરૂ કરવાની સરકારની ઘોષણાથી કેટલાક લોકોને રાહત થઈ હતી. પરંતુ, દિલ્હીના ડિલીવરી બોય કોરોના હોવાના સમાચારોએ પણ બધાને ચિંતા મુકી દીધા છે. lockdownના આ બીજા તબક્કામાં જો તમે ઓનલાઈન ખરીદી દ્વારા રાશન, દવા અથવા કંઈક ઓર્ડર આપવાનું વિચારી રહ્યાં છો, તો થોડી સાવચેતી રાખવી પડશે. જો કે, કરીયાણાની દુકાન, મેડિકલ સ્ટોર્સ પર બહુ સારી સેવા આપવામાં આવે છે.  કોરોનો ચેપ ફેલાવાને રોકવા માટે સામાજીક અંતર, વ્યકિતગત સ્વચ્છતા, વારંવાર હાથ ધોવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેમ છતાં સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ફળ અથવા શાકભાજી અથવા આવશ્યક કઠોળ ખરીદતી વખતે, બહારથી માલ લાવતા હોય અથવા online ઓર્ડર આપતી વખતે સાવચેત રહો. કોરોના વાયરસથી બચવા માટે વારંવાર તમારા હાથ ધોવાની ટેવ બનાવો. કોઈ પણ વસ્તુને સ્પર્શ કરવાની પહેલા અથવા કોઈ કામ  કરવાની પહેલા , તેમે તમારા હાથ ધોઈ લો.

. ઘરની બહાર જતા પહેલાં માસ્ક લગાવો અને મોજા પહેરો. શકય હોય ત્યાં સુધી, સંપર્કમાં ઘટાડો કરવા માટે પૂર્ણ-લંબાઈવાળા કપડાં અને પૂર્ણ-લંબાઈના ટ્રાઉઝર પહેરો. ખિસ્સા અથવા બેગમાં સેનિટાઇઝર સાથે બહાર જાઓ, ઘરની અંદર અથવા અંદર પ્રવેશતા પહેલા હાથ સાફ કરો. બહાર સામાજીક અંતરની કાળજી લો.

. જો કાર દ્વારા જવું હોય, તો બે માણસોથી વધુ ન જાવો. એક ચલાવે અને બીજો પાછળની સીટ પર બેસે. બજારમાં અન્ય વ્યકિતથી ઓછામાં ઓછા ૩ મીટર સુધી દુરી રાખો. દુકાન અથવા સ્ટોરના દરવાજા પર સીધા હાથ ન લગાડવા, ગ્લોવ્સનો ઉપયોગ કરો.  ડબલ બેગ અથવા ડબલ પેકની થિયરીને અપનાવો. હંમેશા તમારી સાથે એક બેગ રાખો. દુકાનદાર દ્વારા માલની બેગ તમારી બેગમાં રાખો.

. જો તમે online shopping શોપિંગથી માલ મંગાવતા હોવ તો ડિલિવરી પછી માલ શકય હોય તો ૩-૪ કલાક ઘરની બહાર રાખો. અથવા તેને પાણીથી ધોઈ લો અને તેને શુદ્ઘ કરો.

. પેકેજિંગ ખોલ્યા પછી તરત જ તમારા હાથને સાબુથી ધોઈ લો. ઘણી મોટી કંપનીઓની એપ્લિકેશન કોરોનાની સાવચેતી વિશે માહિતી આપે છે. જેમાં ડિલીવરી બોય સોસાયટીનો મુખ્ય દરવાજો, આઇટમ્સ તમારા ઘરની બહાર મુકી જાય છે.

(10:16 am IST)