Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

કોલોરાડો યુનિવર્સિટીના ૨ વૈજ્ઞાનિકોનું સંશોધનઃ ગરીમીથી રક્ષણ આપતા પ્લાસ્‍ટીકના કાગળનું સર્જન

મુંબઇઃ અમેરિકાના કોલોરાડો યુનિવર્સિટીના ૨ વૈજ્ઞાનિકોઅે ગરીમીથી રાહત મેળવવા માટે પ્‍લાસ્‍ટીકના કાગળનું સંશોધન કરીને આ કાગળ ગરમી રોકતો હોવાનો દાવો કર્યો છે.

કોલોરાડો યુનિવર્સિટીના બે વૈજ્ઞાનિક રોંગ્ગૂઈ યૈંગ અને જિયાબો યિનનો દાવો છે કે તેમણે એક ખાસ ફિલ્મ એટલે કે પ્લાસ્ટિક રેપ તૈયાર કરી છે. જેને બિલ્ડિંગ પર લગાવશો તો અંદરનું તાપમાન ઠંડુ રહેશે. આ ફિલ્મ રેડિએટિવ કૂલિંગ પ્રોસેસ દ્વારા કામ કરશે. દાવા મુજબ આ ફિલ્મના ઉપયોગમાં કોઈ વીજળીનો વપરાશ થતો નથી. ફિલ્મને બિલ્ડિંગ , ઘર કે ઓફિસમાં લગાવી શકાય છે. આ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ફિલ્મનો ઉપયોગથી રૂમની અંદરનું તાપમાન ઘણું જ ઘટાડી ઠંડકનો અહેસાસ થાય છે.

જ્ઞાનિકોએ આ ફિલ્મ polymethylpentene નામના પદાર્થમાંથી બનાવી છે. જેમાં કાચના નાના ટુકડા ભેળવવામાં આવ્યા છે. આ સીટની એક તરફ સિલ્વરની કોટિંગ કરવામાં આવી છે જે સૂર્યના કિરણોને રિફ્લેક્ટ કરવાનું કામ કરે છે. વૈજ્ઞાનિકોની ટીમની વાત માનો તો 20 સ્ક્વેયર મીટરની આ ફિલ્મ એક ઘરનું તાપમાન 20°C પર લાવી શકે છે જો બહારનું તાપમાન 40°Cથી ઓછું હોય તો.

આ ફિલ્મને રોલ ટૂ રોલ મેકિંગ ટેક્નોલોજીથી પણ તૈયાર કરી શકાય છે. કિંમતની વાત કરીએ તો એક સક્વેયર મીટરની ફિલ્મ અંદાજીત 50 અમેરિકી સેંટ (અંદાજીત 32 રૂપિયા) કિંમત થાય છે.

દુનિયાભરમાં ઝડપથી ગ્લોબલ વોર્મિંગનું જોખમ વધી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ ખુબ ઉપયોગી સાબિત થઈ શકે છે. એસી અને કૂલર જેવા સાધનો માટે તમારે વીજળીની જરૂર પડે છે. જ્યારે આ ફિલ્મ લગાવવા માટે કોઈ વીજળી વપરાતી નથી.

(7:55 pm IST)