Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

ચીનના હૈનાન- ગુઆંગડાંગમાં ધુમ્મસે ૧૧ હજાર કારોના પૈડા થંભાવ્યા

 ચીનમાં ખુબજ ગાઢ ધુમ્મસના કારણે તટવર્તી હૈનાન પ્રાંત જવા કાઇગજાઉ સ્ટ્રેટથી જતા જહાજોએ લંગર નાખી દીધા હતા. એકપણ જહાજ ચાલી શકયું ન હતું. ગુરુવારે જો કે જહાજ ચાલવાના શરૂ થયા પણ ત્યાં સુધીમાં પોર્ટ ઉપર ૧ લાખથી વધુ યાત્રિકો અને ૧૧ હજાર જેટલી કારો ફસાઇ ગઇ હતી. આ ખાડી હૈનાન  અને ગુઆંગડાંગ  પ્રાંતની વચ્ચે આવેલી છે. હૈનાન સ્વચ્છ હવામાન ધરાવે છે.  જેથી તે પ્રવાસીઓનું પસંદગીનું સ્થળ છે.

(11:39 am IST)