Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

અમેરિકામાં ગેસની સગડી પર પ્રતીબંધ મુકવાની થઇ રહી છે તૈયારી

નવી દિલ્હી: ગેસની સગડી વિશે એકવાર ફરીથી ચર્ચા શરૂ થઈ ગઈ છે. ગેસની સગડીને મુદ્દે વિજ્ઞાન સમગ્રરીતે સ્પષ્ટ છે કે આ તમારા ઘરની અંદર સ્થિત હવાના પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત છે. ગેસની સગડીના કારણે પ્રદૂષણ, અસ્થમા સહિત અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. ગેસની સગડી ચાલુ હોવાની સાથે-સાથે બંધ થયા બાદ પણ પર્યાવરણને પ્રદૂષિત કરે છે. ઈલેક્ટ્રિક સગડીની સરખામણીએ ગેસની સગડી પર ભોજન બનાવવાથી વાતાવરણમાં અઢીગણુ વધારે પાર્ટિકુલેટ મેટર પેદા થાય છે. જેના કારણે ઝેરીલો ગેસ માણસોને શ્વાસ સંબંધિત સમસ્યાઓ સિવાય હૃદય સંબંધિત બીમારી અને કેન્સરની પણ સમસ્યા થઈ શકે છે. એક વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર ગેસની સગડી ઘરમાં હવાના પ્રદૂષણના સોર્સ તરીકે મોટી સંખ્યામાં હાજર છે. તાજેતરમાં અમેરિકાની એક સંસ્થાએ પ્રસ્તાવ જાહેર કર્યો હતો કે ટૂંક સમયમાં અમેરિકામાં ગેસની સગડી પર પ્રતિબંધ લગાવવામાં આવશે. કારણ કે આ હવાના પ્રદૂષણનું મુખ્ય કારણ છે. અમેરિકામાં બાળકોમાં થઈ રહેલી અસ્થમાની ફરિયાદનું મુખ્ય કારણ ગેસની સગડી છે. પ્રચાર-પ્રસાર દ્વારા ગેસની સગડીને ખૂબ લોકપ્રિયતા મળી છે. ગેસની સગડી બનાવતી કંપનીઓ આને પ્રાકૃતિક ઉત્પાદનની જેમ રજૂ કરીને વેચે છે. સાથે જ ટેલીવિઝન, અખબારથી લઈને સોશિયલ મીડિયા સુધી ગેસની સગડીનો ખૂબ લોભામણો પ્રચાર કરવામાં આવે છે જેથી સામાન્ય લોકો આની તરફ આકર્ષાય છે અને ગેસની સગડી ખરીદે છે.

(7:50 pm IST)