Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

ચીનના શીયિયાન પ્રાંતમાં કોરોનાના કારણોસર પરિસ્થિતિ બગડતા 13 મિલિયન લોકોને ઘરમાં જ રહેવાના આદેશ આપવામાં આવ્યા

નવી દિલ્હી  : સમગ્ર વિશ્વમાં ફરી એકવાર કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. ચીનમાં (China) પણ ભયનું વાતાવરણ છે. કોરોનાને (Corona Outbreak) કારણે બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શિયિયાન પ્રાંતમાં 13 મિલિયન લોકોને આગામી આદેશો સુધી ઘરમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે.

માહિતી અનુસાર, કડક લોકડાઉનને પગલે શિયિયાન પ્રાંતના 1.3 કરોડ લોકોને ઘરોમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. જાહેર કરાયેલા આદેશ અનુસાર, ઘરના ફક્ત એક જ સભ્યને આવશ્યક વસ્તુઓ ખરીદવા માટે દર બે દિવસે ઘરની બહાર જવાની મંજૂરી આપવામાં આવશે. આ આદેશ એવા સમયે આપવામાં આવ્યો છે જ્યારે બુધવારે શિયિયાનમાં કોરોનાના 52 નવા કેસ નોંધાયા છે, જે પછી 9 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં કુલ આંકડો 143 થઈ ગયો છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી ખૂબ કોઇ ખૂબ જ મહત્વપૂર્ણ કામ ન હોય ત્યાં સુધી લોકોએ ઘરની બહાર નીકળવું નહીં. જો કોઈને શહેરની બહાર જવાની જરૂર પડે છે તો તેણે “વિશેષ પરિસ્થિતી”નો પુરાવો આપવો પડશે અને મંજૂરી માટે અરજી કરવી પડશે.

(6:44 pm IST)