Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

પાકિસ્તાને યોજેલ મુસ્લિમ 57 દેશોની બેઠકમાં અત્ર 20જ ઉપસ્થિત રહ્યા હોવાની માહિતી

નવી દિલ્હી  : પાકિસ્તાને ઇસ્લામિક સહયોગ સંગઠનની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં 57 મુસ્લિમ દેશોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે તેમાંથી માત્ર 20 દેશના નેતાઓ જ આવ્યા હતા. જેથી પાકિસ્તાન શરમજનક સિૃથતિમાં મુકાયું હતું. કેટલાક દેશોએ પોતાના રાજદૂતોને બેઠકમાં મોકલી દીધા હતા. 

જે દિવસે પાકિસ્તાને આ બેઠક બોલાવી હતી તે જ દિવસે ભારતે પણ અફઘાનિસ્તાનને લઇને પાંચ દેશોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ઉજ્બેકિસ્તાન, તાજિકિસ્તાન, કજાખસ્તાન, તુર્કિમેનિસ્તાન અને કિર્ગિસ્તાનનો સમાવેશ થાય છે. આ દેશોના વિદેશ મંત્રીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. 

ભારતે જે પાંચેય દેશોને આમંત્રણ આપ્યું હતું તેની સરહદો અફઘાનિસ્તાન સાથે જોડાયેલી છે. રવિવારે બન્ને દેશોની બેઠકો યોજાઇ હતી, જોકે વિદેશ નીતિના જાણકારોનું કહેવું છે કે ભારતની આ નીતિને કારણે પાકિસ્તાનને ફટકો લાગ્યો હતો અને 50માંથી 20 જ દેશના પ્રતિનિિધ હાજર રહ્યા હતા. 

ઇસ્લામિક દેશોમાં પાકિસ્તાનની છાપ પણ હવે ખરાબ થઇ ચુકી છે જે આ બેઠકમાં 30 ઇસ્લામિક દેશોની ગેરબાજરીથી સાબિત થાય છે. 57માંથી પાંચ દેશોના નેતાઓએ પાકિસ્તાન જવાના બદલે દિલ્હી આવવાનું પસંદ કર્યું હતું અને ભારતની બેઠકમાં હાજર રહીને એક રીતે પાકિસ્તાનને આ દેશોએ પોતાનો જવાબ પણ આપી દીધો હતો કે તે અફઘાનિસ્તાન મામલે ભારત સાથે છે પાકિસ્તાન સાથે નહીં.

(6:43 pm IST)