Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

નશા સંબંધિત વ્યવહારને કાબુમાં રાખતું ડિવાઇસની વૈજ્ઞાનિકોએ કરી શોધ

નવી દિલ્હી  : દુનિયાભરના દેશો યુવાનોમાં નશાની લતનો સામનો કરી રહ્યા છે. હાલમાં જ એક સંશોધનમાં માલુમ પડ્યું છે કે, કોશિકાઓમાં એક મોલેક્યુલર સ્વિચ હોય છે, જે નશા સંબંધિત વ્યવહારને કાબુમાં રાખવાની સાથે તે અંગેનો માનસિક વ્યવહાર પણ નક્કી કરે છે. આ ઉપરાંત તે ડ્રગ્સથી પ્રતિક્રિયા કેટલી ઝડપી હશે તે પણ નક્કી કરે છે. જર્મનીની હિલડેલબર્ગ યુનિવર્સિટી અને ફ્રાંસમાં પેરિસની સોરબોન યુનિવર્સિટીના સંશોધકોની ટીમે આ સંશોધન ઉંદરો પર કોકેઈનનો ઉપયોગ કરીને કરી છે. આ સંશોધન ઈએમબીઓ રિપોર્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયું છે. પ્રો. ડૉ. હિલ્મર બડિંગ અને ડૉ. પીટર વેનહોટેના નેતૃત્વમાં વિજ્ઞાનીઓએ શોધ્યું છે કે, પ્રોટીન એનપીએએસ4 નર્વ સેલ્સની સંરચના અને તેના કામકાજને નિયંત્રિત કરે છે, જે ઉંદરોમાં નશાની લત સંબંધિત વ્યવહાર પર અસર કરે છે. આ સંશોધન પ્રમાણે, જો એનપીએએ4ની માત્રા ઓછી હોય, તો જીવમાં કોકેઈન પ્રત્યેની પ્રતિક્રિયા ઘણી ઘટી જાય છે.

(6:42 pm IST)