Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

એરિકામાં વધી રહ્યું છે સ્માર્ટ ટોય્ઝનું વેચાણ

નવી દિલ્હી: જો તમારું બાળક રમકડાંને પ્રેમ કરે છે, તો તેનો વાંક નથી. હવે રોબોટની તર્જ પર બની રહેલા રમકડાં બાળકોમાં ધીમે ધીમે લોકપ્રિય થઈ રહ્યા છે. આ સ્માર્ટ ટોય્ઝે ના ફક્ત બાળકોને પોતાના પ્રભાવમાં લેવાનું શરૂ કરી દીધું છે, પરંતુ તેની એક મોટી ઈન્ડસ્ટ્રી પણ બની ગઈ છે. રમકડાં બનાવતી કંપનીઓ અને નિષ્ણાતોના મતે, આગામી ચાર વર્ષમાં આવા સ્માર્ટ ટોય્ઝ રજાઓ, જન્મદિવસ કે અન્ય પ્રસંગે અપાતી સૌથી લોકપ્રિય ભેટ બની જશે. આ જ કારણથી સ્માર્ટ ટોય્ઝ ઈન્ડસ્ટ્રી અત્યંત ઝડપથી વધી રહી છે. ટ્રાન્સપરન્ટ માર્કેટ રિસર્ચ પ્રમાણે, 2026 સુધી સ્માર્ટ ટોય્ઝ ઈન્ડસ્ટ્રી વિકસીને આશરેરૂ. 5.25 લાખ કરોડની થઈ જશે. હાલ આ ઈન્ડસ્ટ્રી આશરે રૂ. 52 હજાર કરોડની છે. આવા સ્માર્ટ ટોય્ઝ બનાવતી અગ્રણી કંપની પ્લેશિફે આવો જ એક સ્માર્ટ ગ્લોબ બનાવ્યો છે, જે બાળકોની દુનિયાના વિવિધ હિસ્સાની જાણકારી ફક્ત સ્પર્સથી આપે છે. કિડક્રાફ્ટ અને એમેઝોને ટોય કિચન બનાવવા ભાગીદારી કરી છે. એલેક્સા ઈનબિલ્ટ ધરાવતું આ રમકડું કિચન એલેક્સનાની જેમ વાત કરે છે. અન્ય એક રમકડાં બનાવતી કંપની હ્યુજ પ્લેએ ગેમબડ ટૉકિંગ ટોમ બનાવ્યો છે. તે રિયલ ટાઈમ વાત કરે છે અને બાળકો સાથે તેની મોબાઈલ ગેમ્સમાં પણ ઈન્ટરેક્ટ કરે છે.

(6:42 pm IST)