Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

ઓમિક્રોનને લઈને WHOએ કરી મોટી જાહેરાત:2022 પહેલા કરવા પડશે આ કાર્ય

નવી દિલ્હી: ઓમિક્રોનના વધતા કેસના કારણે ઘણા દેશોમાં પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. આ વેરિયન્ટ 100થી વધારે દેશમાં ફેલાઈ ચૂક્યો છે. જેના પરિણામે WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ના ચીફ ટેડ રોસે મંગળવારે કહ્યું છે કે વિશ્વભરની સરકારોએ મહામારીને જડમૂળમાંથી દૂર કરવાની દિશામાં કામ કરવું જોઈએ. તેમણે કહ્યું છે કે 2022 એવું વર્ષ થવું જોઈએ જેમાં આ મહામારીને આપણે હરાવી દઈએ. દરેક દેશની 70% વસતિને આગામી જુલાઈ સુધી વેક્સિન મળી જવી જોઈએ. આવું કરતા આપણે આ જંગ જીતી શકીશું.

દક્ષિણ આફ્રિકામાં મળેલા કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટે ફરી એક વાર દુનિયામાં ચિંતા વધારી છે. આખી દુનિયામાં ફરી વેક્સિન પર ભાર આપવામાં આવી રહ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ પહેલાં જ ચેતવણી આપી દીધી છે કે, જ્યાં સુધી દુનિયાની મોટા ભાગની વસતિ વેક્સિનેટ નહીં થાય ત્યાં સુધી સંક્રમણનું જોખમ રહેશે જ. ભારત સહિત દુનિયાના ઘણાં એવા દેશો છે જે હજી વેક્સિનના પહેલાં અને બીજા ડોઝની રાહ જોઈ રહ્યા છે. જોકે ત્યારે ઈઝરાયલે તેમના દેશમાં ચોથો ડોઝ આપવાની તૈયારી શરૂ કરી દીધી છે.

(6:41 pm IST)