Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

મગજની સારવાર માટે માનવભક્ષી બન્યોઃ પાડોશીને મારી ખાધો !

યુએસ, તા. ૨૨ :. ઈદાહોના કલાર્ક ફોર્કમાં જેમ્સ ડેવીડ રસેલ તેના પાડોશી ડેવીડ એમ ફલેગેટના શંકાસ્પદ મૃત્યુ બાદ પોલીસની કસ્ટડીમાં છે. તેની સામે ભયાવહ ગુન્હો કરવાનો ચાર્જ લગાવવામાં આવ્યો છે. જેમ્સ ડેવીડ રસેલ (૩૯)ની ધરપકડ પ્રથમદર્શી હત્યા કેસ માટે યુએસ પોલીસે કરી છે. ૭૦ વર્ષના ડેવીડ એમ ફલેગેટ તા. ૧૦ સપ્ટેમ્બરના હત્યાનો ભોગ બન્યા હતા.

બોનર કાઉન્ટીના પ્રોસીકયુટર લુઈસ માર્શેલ દ્વારા ક્રિમીનલ ફરીયાદ નોંધવામાં આવી છે. સ્થાનિક સમાચાર પત્રો મુજબ ડેવીડ રસેલ સામે માનવ ભક્ષણનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસને ફલેગેટના મૃતદેહનો કટકો જેમ્સ ડેવીડ રસેલના ઘરની તલાસી દરમિયાન મળ્યો હતો. આ ઉપરાંત માઈક્રોવેવ અને ગ્લાસ બોલમાંથી પણ લોહીના અવશેષો મળ્યા હતા. ડફેલ બેગમાંથી લોહીભીની છરી મળી હતી. બોનર કાઉન્ટીના ડીટેકટીવ ફીલીપ સ્ટેલાએ કહ્યુ કે, આ ઘટના અત્યંત ઝાટકારૂપ બની હતી. મારી જાણમાં ઈદાહોમાં માનવભક્ષણ માટેનો આ સૌ પ્રથમ કેસ છે. જેમ્સ ડેવીડ રસેલના ઘરમાંથી હત્યામાં વપરાયેલી પુરાવારૂપ કીટ મળી છે. બુધવારે ફલેગેટની હત્યા કેસમાં સોગંદનામુ રજુ કરવામાં આવ્યુ હતું. જેમાં દર્શાવાયુ છે કે રસેલ એવુ વિચારતો હતો કે માંસના કટકા કરવાથી તેના મગજની સારવાર થશે. માનવભક્ષી હત્યા માટે જેમ્સ ડેવીડ રસેલને ૧૪ વર્ષની સજા થઈ શકે છે.

(3:46 pm IST)