Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

આલે લે... ૧.૮૦ લાખ ડોલર બોકસમાં નવ મહિના સુધી ધુળ ખાતા હતા

ભારતીય મૂળના પ્રોફેસર ડો.વિનોદ મેનનની ઓફિસમાં કોરોનાકાળમાં બોકસ આવેલ : અજ્ઞાત ભૂતપૂર્વ વિદ્યાર્થીએ આ રકમ કોલેજમાં ડોનેશન તરીકે લેવા અને જરુરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે ઉપયોગ કરવા ચીઠ્ઠી મૂકી

વૉશિંગ્ટન, તા.૨૨: અમેરિકાના ન્યૂયોર્કની એક કોલેજમાં ભારતીય મૂળના અધ્યાપક ડો.વિનોદ મેનનની ઓફિસમાં ૧.૮૦ લાખ ડોલર એટલે કે ૧.૩૬ કરોડ રુપિયા ભરેલુ બોકસ નવ મહિના સુધી ધુળ ખાતુ પડી રહ્યુ હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

આ રકમ એક અજાણ્યા વ્યકિતએ મોકલી હતી અને તે આ સિટી કોલેજનો પૂર્વ વિદ્યાર્થી પણ રહી ચુકયો છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે પ્રો.મેનને બોકસ નવેમ્બર ૨૦૨૦માં મોકલવામાં આવ્યુ હતુ.જોકે કોરોનાના કારણે કોલેજ બંધ હોવાથી કોઈની નજર પડી નહોતી.નવ મહિના સુધી આ બોકસ ધૂળ ખાતુ પડી રહ્યુ હતુ.

એ પછી કોલેજ ચાલુ થઈ ત્યારે પ્રો.મેનનની નજર આ બોકસ પર પડી હતી અને તેના પર પ્રો.વિનોદની ઓફિસનુ જ સરનામુ લખ્યુ હતુ.આ બોકસ તેમને મોકલવામાં આવ્યુ હતુ.

જેમાં રકમ મોકલનારે એક ચિઠ્ઠી મુકી હતી.જેમાં જણાવાયુ હતુ કે, આ કોલેજમાં મને ઉત્તમ શિક્ષણ મળ્યુ છે અને બીજા લોકોને તેનો ફાયદો મળે તે માટે આ રકમ કોલેજનો ડોનશન તરીકે મોકલુ છું.જેનો ઉપયોગ જરુરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે. પ્રોફેસર મેનને કહ્યુ હતુ કે, પત્ર વાંચીને મને ખરેખર સંસ્થા સાથે જોડાવા બદલ ગર્વની લાગણી થઈ છે.(

(3:46 pm IST)