Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

નહિ જોઇ હોય આવી ચોરી !

૫૮ ફૂટનો પુલ ઊંચકી ગયા ચોર : સરકાર પણ રહી ગઇ દંગ

ન્યૂયોર્ક તા. ૨૨ : આપણે આપણી આજુબાજુ ચોરીની ઘણી બધી ઘટના સાંભળી હશે અને જોઈ હશે. પરંતુ આ જે અમે તમને જોરીનો એવો કિસ્સો જણાવી રહ્યાં છે જે અંગે જાણી તમને હેરાની થશે. ચોરીની આ અનોખી ઘટના સામે આવ્યા પછી દેશની સરકાર અને પોલીસ પ્રશાસન પણ દંગ રહી ગયા.

આ ઘટના અમેરિકાના ઓહિયો શહેરમાં બની, જયાં બેખોફ ચોર ઘણા નાના-મોટા સામાન અથવા પૈસા નહિ પરંતુ એક આખો પુલ ચોરી કરી લીધો. આ અનોખી ચોરી અંગે સંભાળી તમને તમારા કાન પર વિશ્વાસ નહિ થાય. ચોર ચોરી કરવા આવે છે તો કોઈ એવો સામાન ચોરી કરે છે જેને કોઈની નજરમાં આવ્યા વગર સાથે લઇ જાય છે. માટે વધુ ચોર પૈસા, ઘરેણાં અથવા કોઈ નાની નાની વસ્તુ ચોરી કરવાની કોશિશ કરે છે.

જોકે, અમેરિકાના ઓહાયો શહેરમાં ચોરોએ ૫૮ ફૂટ લાંબા પુલની ચોરી કરી હતી અને એક રીતે પોલીસને ખુલ્લો પડકાર ફેંકયો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ચોરોએ ૫૮ ફૂટ લાંબા પુલની ચોરી કરી હતી અને તેના વિશે કોઈએ સાંભળ્યું પણ ન હતું. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસ વિભાગના અધિકારીઓ પણ આશ્ચર્યચકિત છે. અધિકારીઓનું કહેવું છે કે તેઓએ આજ સુધી આવી ચોરી જોઈ નથી, જેમાં ચોરો આખા બ્રિજની ચોરી કરે.

પૂર્વ એક્રોનમાં ચોરોએ નહેરના પુલની ચોરી કરી હતી. લોકો કેનાલની બીજી બાજુ જવા માટે આ પુલનો ઉપયોગ કરતા હતા. હાલમાં પુલ ક્ષતિગ્રસ્ત હતો, જેના કારણે તેને સમારકામ માટે બહાર કાઢીને અલગ જગ્યાએ રાખવામાં આવ્યો હતો. અહીંથી ચોરોએ બ્રિજ તોડી નાખ્યો. આ બ્રિજની કિંમત ૩૦ લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું કે બ્રિજ પર ચોરી કરનાર વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે.

(3:01 pm IST)