Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

હોસ્પિટલોમાં અડધાથી વધુ બેડ ખાલીઃ યુએઇએ તેના નાગરકોને ધરપત આપી

દુબઇ,તા. ૨૨: યુએઇના સ્વાસ્થ્ય કર્મીઓને પોતાના નાગરીકોને ભરોસો અપાવ્યા છે કે હોસ્પિટલ અને આઇસીયુમાં અડધાથી વધુ બેડ ખાલી છે અને કોરોનાના વધતા કેસ વચ્ચે બેડ ૩ ટકા જ ભરાયેલ છે. આ જાહેરાત યુએઇની કોવિડ-૧૯ની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરાયેલ.

નેશનલ ઇમરજન્સી ક્રાઇસિસ એન્ડ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીએ આ જાહેરાત સતત વધી રહેલ કોરોના કેસો વચ્ચે કરી છે. ગત ૨૪ કલાકમાં નવા કેસોમાં ૫૦ ટકાનો ઉછાળો આવ્યો છે જેથી લોકોમાં ઓમિક્રોન વાયરસને લઇને ડર છે. ઓથોરીટીએ જણાવેલ કે ગત મહિનાઓ-સપ્તાહની તુલનામાં દેશમાં કેસ વધ્યા છે. અમે હોસ્પિટલોના સ્વાસ્થ્ય અને ચિકિત્સા સ્થિતિઓ ઉપર જોર આપ્યુ છે. નવા વેરીઅન્ટ ઉપર નજર રખાઇ રહી છે. અને તમામ ઉપલબ્ધ સંસાધનો દ્વારા તેને નિપટવાની યોજનાઓ અપનાવાઇ રહી છે.

(12:31 pm IST)