Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd December 2021

આ છે વિશ્વનું સૌથી ઠંડુ શહેર, જયાં 'હાડ થીજવતી ઠંડી' પડે છેઃ પારો -૮૩ ડિગ્રી સુધી પહોંચે છે!

અહીં બધી વસ્તુ બરફ અને ધુમાડાથી ઢંકાયેલી રહે છે

મોસ્કો,તા.૨૨: યાકુત્સ્ક નામનું રશિયન શહેર જે વિશ્વનું સૌથી ઠંડુ શહેર માનવામાં આવે છે, જયાં માનવ વસ્તી રહે છે. અહીં સૌથી ઠંડું તાપમાન -૮૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. અહીં બધી વસ્તુ બરફ અને ધુમાડાથી ઢંકાયેલી રહે છે. રશિયાની લીના નદીના કિનારે આવેલા આ નગરમાં માછલીઓ દુકાનોની બહાર સજાવવામાં આવે છે અને સતત બરફને કારણે તે મહિનાઓ સુધી તાજી રહે છે. અહીં જિનેવાના ફોટોગ્રાફર Steeve Iuncker એ જાણવા માટે અહીં પહોંચ્યા હતા કે શું અહીંના લોકોના ભાવનાત્મક વ્યવહારમાં કોઈ ફેરફાર થાય છે કે અલગ રીતે વર્તે છે. જોકે, લાંબા સમય સુધી ફોટોગ્રાફર બહાર જવાની હિંમત કરી શકયા ન હતા. પછી તેમણે જાણ્યું કે બરફને માનવ લાગણીઓ સાથે કોઈ લેવાદેવા નથી.

(10:04 am IST)