Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

પાન્ડાની છીછીમાંથી બને છે ટોઇલેટ-પેપર

બીજીંગ તા. રર : ચીનના સિચુઆના પ્રાંતમાં આવેલી કીઆન્વેઇ ફેન્ગશેન્ગ પેપર કંપનીએ ચીન કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ સેન્ટરની સાથે મળીને જાયન્ટ પાન્ડાની છીછીમાંથી ટોઇલેટ-પેપર, નેપ્કિન્સ અને અન્ય હાઉસહોલ્ડ પ્રોડકટ્સ બનાવવાનું શરૂ કર્યું છે. આ પ્રોડકટ્સ ટુંક સમયમાં જ ચાઇનીઝ માર્કેટમાં ઉતારવામાં આવશે. પાન્ડા આખો દિવસ વાંસ ખાધા કરતા હોય છે એટલે એમનો છીછીમાંં ફાઇબરનું પ્રમાણ ખૂબ વધુ હોય છે એક જાયન્ડ પાન્ડા રોજની દસ કિલો છીછી કાઢે છે. એમાં વાંસનું ફાઇબર હોય છ.ે

આ જાયન્ટ પાન્ડા રોજ બામ્બુ અને ખાવાની ચીજો ચાવીને થુંકી નાખે છે એનો કચરો પણ લગભગ પચાસ કિલો જેટલો થાય છે. આ ફુડ-વેસ્ટમાંથી પણ ફાઇબર મળે છે જેના પેપર બને છે. ચાઇનીઝ કંપનીઓ પાન્ડા પૂ.નામના ટોઇલેટ ટિશ્યુ-પેપર બનાવ્યા છે, જેનું એક પેકટ ૪૩ યુઆન એટલે ૪૧૮ રૂપિયામાં વેચાશે.

(3:29 pm IST)