Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

ગજબ! 'સુંદર' દેખાવા માટે કરાવી ૨૦૦ સર્જરી

લંડન તા. ૨૨ : દુનિયામાં દરેકને ખૂબસૂરત દેખાવાની ચાહ હોય છે. લાખો કરોડોની બ્યુટી અને કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી આ જ આશા પર ટકેલી છે, પણ આ યુવતીએ સુંદર દેખાવા માટે બધી જ હદ પાર કરી દીધી.

૨૮ વર્ષીય ડેલગાઇડિસ બાળપણથી બાર્બી ડોલ જેવી દેખાવા માગતી હતી. તે માટે તેણે ૧, ૨ નહિ, પણ ૨૦૦ સર્જરી કરાવી અને સર્જરી પાછળ ૧૬ કરોડથી વધુ રકમ ખર્ચી નાખી.

ડેલગાઇડિસ બાળપણથી એટલી સુંદર નહોતી અને જયારે તે સુંદર લોકોને માન-સન્માન મળતું જોતી તો તેણે બાર્બી ડોલ જેવું દેખાવાનું પસંદ કર્યું અને તે માટે તે કંઈ પણ કરવા માટે તૈયાર થઈ ગઈ.

રિપોર્ટ્સ મુજબ, ડેલગાઇડિસે ૧૭ વર્ષની ઉંમરે ઘર છોડી દીધું હતું. તેણે પોલ ડાન્સર તરીકે પણ કામ કર્યું હતું અને તેની સેલેરીમાંથી પૈસા બચાવવાનું શરૂ કરી દીધું. આજે ૨૦૦ સર્જરી કરાવ્યા બાદ ડેલગાઇડિસ આવી દેખાય છે.(૨૧.૮)

 

બિગ બીએ લોન્ચ કર્યુ ઠાકરેનું પોસ્ટર

અમિતાભ બચ્ચને ગઇકાલે સાંતાક્રુઝમાં આવેલી એક હોટેલમાં શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેની બાયોપિકનું પોસ્ટર લોન્ચ કર્યુ હતું. આ ઇવેન્ટમાં ફિલ્મના પ્રોડયુસર સંજય  રાઉત અને શિવસેનાના પ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ હાજરી આપી હતી. આ બાયોપિક તેમની ૯૩ મી બર્થ-એનિવર્સરી એટલે કે ર૦૧૯ ની ર૩ જાન્યુઆરીએ રીલીઝ થશે.  (પ-૩)

(9:57 am IST)