Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

દારૂ પીવાથી પુરૂષો સ્ત્રીઓને ચીજની જેમ ટ્રીટ કરે એવી સંભાવના વધુ છે

નવી   દિલ્હી તા.રરઃ.. છાશવારે આપણા સમાજમાં સવાલ ઊઠતો હોય છે કે પુરૂષો શા માટે સ્ત્રીઓને સેકસ અથવા તો ઉપભોગનું સાધન સમજે છે. જો કે અમેરિકાની યુનિવર્સિટીઓફ નેબ્રાસ્કા-લિન્કનના નિષ્ણાતોનું  કહેવું છે કે જયારે પુરૂષ આલ્કોહોલની અસર તળે હોય ત્યારે સ્ત્રીને જાતીય વૃત્તિ સંતોષવાનું સાધન સમજીને ટ્રીટ કરે એવી સંભાવના વધુ છે. સેકસ રોલ્સ નામની જર્નલમાં છપાયેલા અભ્યાસમાં ઉમરની  વીસીમાં હોય એવા ૪૯ પુરૂષો પર પ્રયોગ થયો હતો.આ પુરૂષોમાંથી ર૯ યુવાનોને આલ્કોહોલવાળું પીણું આપવામાં આવ્યું અને બાકીના લોકોને સાદું કોકટેલ પીણું આપવામાં આવ્યું. ત્યારબાદ તમામને ૮૦ અન્ડર-ગ્રેજયુએટ યંગ છોકરીઓની તસ્વીરો બતાવવામાં આવી. આ છોકરીઓ દેખાવમાં કેવી છે અને તેમની પર્સનાલીટી કેવી છે એનું વર્ણન તેમણે કરવાનું હતું. આ  તસ્વીરો જોતી વખતે પુરૂષો આ છોકરીઓના કયા બોડી -પાર્ટ પર કેટલો સમયનજર ઠેરવીને જુએ છે એ આઇ-ટ્રેડીંગ ડીવાઇસ દ્વારા નોંધવામાં આવ્યું હતું. આ ડીવાઇસમાં નોંધાયું હતુંકે આલ્કોહોલની અસર હેઠળ હોય એવા પુરૂષો છોકરીઓની છાતી અને કમરના ભાગ પર સૌથી વધુ વખત નજર ખોડી રાખે છે. એટલું જ નહીં, આલ્કોહોલની અસર તળે હોય એવા પુરૂષોના છોકરીઓના દેખાવ અને પર્સનાલીટીના વર્ણનમાં પણ સેકસ્યુઅલ ફીલ વધુ આવતી હોવાનું નોંધાયું છે.

(9:55 am IST)