Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

અહીંના બાળકો મસ્તી-મસ્તીમાં સાપ સાથે રસ્સી કૂદ રમે છે

લંડન,તા.૨૨: વિયેટનામનો એક વિડિયો હાલમાં વાઇરલ થયો છે જેમાં બાળકો મરેલા સાપને પકડીને એની રસ્સી બનાવીને રસ્સીકૂદ રમી રહ્યા છે. એક મહિલાએ આ દ્યટનાનું રેકોર્ડિંગ કર્યું છે. વિયેટનામમાં દ્યરોમાં સાપ આવી ચડવા એ બહુ સામાન્ય દ્યટના છે. અહીં બાળકો પણ સાપથી ડરતા હોય એવું જણાતું નથી. નાના સાપ અને અજગર પણ અહીં અનેક વાર રસ્તે ફરતા મળી જઈ શકે છે. એવામાં અહીંના બાળકોના એક વિડિયોએ ચકચાર જગાવી છે. ૨૭ સેકન્ડના વિડિયોમાં બાળકોએ સાપને બે છેડેથી પકડ્યો છે.

કેટલાક બાળકો એને ગોળ-ગોળ ફેરવે છે અને બીજા બાળકો એ રસ્સી હોય એમ કૂદી રહ્યા છે. ટ્વિટર પર હવે પ્રાણીપ્રેમીઓએ હોબાળો મચાવ્યો છે અને આ સાપ કોણે માર્યો અને કયારે માર્યો એની તપાસ કરવી જોઈએ એવી ડિમાન્ડ કરી છે.

(3:38 pm IST)