Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

છોકરાઓએ મુલાયમ ત્‍વચા માટે...

છોકરાઓની ત્‍વચા છોકરીઓની જેમ મુલાયમ હોતી નથી. છોકરાઓની ત્‍વચા સખત અને રફ હોય છે. બજારમાં ઘણી પ્રોડક્‍ટ ઉપલબ્‍ધ છે. પરંતુ વધારે પડતી ક્રીમ અને પ્રોડક્‍ટ છોકરીઓ માટે હોય છે. જેની છોકરાઓના ચહેરા પર કોઈ ખાસ અસર થતી નથી. જો તમે પણ આ પ્રોડક્‍ટનો ઉપયોગ કરીને થાકી ગયા છો, તો આ ટીપ્‍સ ટ્રાઈ કરી શકો છો.

* આમ તો બધા સવારે ઉઠીને ચહેરો ધોતા જ હોય છે, પરંતુ, સવારે ઉઠીને ક્‍લીન્‍ઝરથી મોઢુ ધોવુ જોઈએ અને ચહેરાને વ્‍યવસ્‍થિત રીતે સાફ કરવો જોઈએ. આખી રાત સૂઈને સવારે ઉઠો ત્‍યારે તમારા ચહેરા પણ ઘણુ ઓઈલ જમા થઈ ગયુ હોય છે, તેને સાફ કરવુ ખૂબ જ જરૂરી હોય છે.

* જો તમારી ત્‍વચા પર ખીલ છે, તો તમારે સેવિંગ કરતી વખતે ધ્‍યાનથી લેઝરનો ઉપયોગ કરવો જોઈએ. જલ્‍દી-જલ્‍દીમાં ખીલ ફુટી ન જાય, તેનું ધ્‍યાન રાખવું. કારણ કે તેનાથી ત્‍વચાને ઈન્‍ફેક્‍શન પણ થઈ શકે છે. સેવિંગ કરતી વખતે કોઈ સારા સેવિંગ ક્રીમ કે જેલનો ઉપયોગ કરવો. આ ઉપરાંત સેવિંગ કર્યા બાદ બામ લગાવવુ જોઈએ.

* જો તમારે ચહેરાને સ્‍વસ્‍થ રાખવો છે, તો ચહેરાનું મસાજ કરવુ જરૂરી છે. કારણ કે, જ્‍યાં સુધી તમે તમારી ત્‍વચામાંથી ડેડ સ્‍કીન રિમૂવ નહિં કરો, ત્‍યાં સુધી તમે કંઈ પણ કરો તેનો કોઈ ફાયદો થશે નહિં. તેના માટે સ્‍ક્રબ કરવુ જોઈએ. જેનાથી તમારી ત્‍વચાના રોમછિદ્રો ખુલી જાય છે અને તેમાં રહેલ ધૂળ-માટી પણ નીકળી જશે. ત્‍યારબાદ ચહેરા પર ફેશમાસ્‍ક લગાવી હાઈટ્રેટ જરૂર કરવું.

* ત્‍વચાને હાઈટ્રેટ કર્યા બાદ મોヘરાઈઝર જરૂર લગાવવું. જેલ મોヘરાઈઝર સારા હોય છે. તેનાથી ચહેરા પરની ચિકાસ દૂર થઈ જાય છે.

* ત્‍વચાને ચમકદાર બનાવી રાખવા માટે વધુમાં વધુ પાણી પીવુ જોઈએ. આખા દિવસમાં ઓછામાં ઓછુ ૪-૫ લીટર પાણી પીવુ જોઈએ. તે તમારી ત્‍વચાને ગ્‍લોઈંગ રાખવામાં મદદ કરે છે.

 

(12:54 pm IST)