Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

પપૈયુ સ્‍વાસ્‍થ્‍યના અનેક ગુણોની ભરપુર

કાચુ પપૈયુ અને પાકુ પપૈયુ બંને સ્‍વાસ્‍થ્‍ય માટે ખુબ જ ફાયદાકારક છે. પાકુ પપૈયુ ગુણોથી ભરપુર હોય છે. પાકા પપૈયાના સેવનથી પેટ સંબંધી રોગોમાંથી છુટકારો મેળવી શકાય છે.

* પપૈયુ ખાવાથી પાચનક્રિયા સારી રહે છે. ગેસ અને કબજીયાતની મુશ્‍કેલી દૂર થઈ જાય છે.

* પપૈયુ પેટમાં કીડાની સમસ્‍યાને દૂર કરે છે.

* દરરોજ પપૈયુ ખાવાથી કરચલી પડવી, વાળ ખરવા, હરસ, ચર્મરોગ, અનિયમિત માસિક ધર્મ સંબંધી સમસ્‍યાઓ દૂર થાય છે.

* પપૈયુ હૃદયના દર્દીઓ તથા શુગરના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

* મોટાપો ઘટાડવા માટે પણ પપૈયા ફાયદાકારક છે.

* પપૈયાના સેવનથી પાચનતંત્ર પણ સક્રિય રહે છે. પપૈયામાં કેટલાય પાચક ઈન્‍જાઈમ્‍સ હોય છે. સાથે તેમાં કેટલાય ડાઇટ્રી ફાઈબર્સ પણ હોય છે. જેના કારણે પાચનક્રિયા સારી રહે છે.

* જે લોકોને કબજીયાતની સમસ્‍યા રહે છે. તેને પપૈયાનું નિયમિત સેવન કરવુ જોઈએ.

* દરરોજ પપૈયુ ખાવાથી ધાધર, ખરજવુ, ખંજવાળ જેવી સમસ્‍યાઓ દૂર થાય છે.

 

(12:53 pm IST)