Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

સ્‍માર્ટ રસોઈ : શાકમાં મીઠુ વધારે પડી જાય તો...

કેટલીકવાર તમે પ્રેમથી અને મહેનતથી બનાવેલ ડીશમાં મીઠુ વધારે પડી જાય, તો મુશ્‍કેલ પરિસ્‍થિતી ઉભી થઈ જાય છે. તમે ગમે તેટલી સારી ડીશ બનાવી હોય, પણ તેમાં થોડુ વધારે મીઠુ આખા ટેસ્‍ટને જ બગાડીને રાખી દે છે. અત્‍યાર સુધી તમને એવુ લાગતુ હશે કે આ સમસ્‍યામાંથી નીકળવાનો કોઈ ઉપાય જ નથી. પરંતુ, તમે અમુક સરળ ટીપ્‍સ દ્વારા તમારી ડીશમાં પડેલા વધારે નમકને ઓછુ કરી શકો છો.

બટેટા : ગ્રેવી વાળુ શાક અથવા દાળમાં મીઠુ વધારે પડી જતા તમે બટેટાનો ઉપયોગ કરી શકો છો. મીઠાના સ્‍વાદને ઓછો કરવા માટે બટેટાના થોડા ટુકડા શાક અથવા દાળમાં નાખો. બટેટા થોડુ મીઠુ શોશી લેશે અને સ્‍વાદ બરાબર થઈ જશે. તેમાં ૨૦ મિનીટ રાખ્‍યા બાદ બટેટાના ટુકડા કાઢી લો.

દહિં : શાકમાં મીઠુ ઓછુ કરવા માટે દહિંનો ઉપયોગ પણ કરી શકાય છે. શાકમાં ૨-૩ ચમચી સાદુ દહિં મિક્‍સ કરો. તેનાથી નમકની માત્રા સંતુલીત થઈ જશે.

ઘી : દાળ અથવા શાકમાં મીઠુ વધારે પડી જાય, તો ૧-૨ ચમચી ઘી નાખો. તેનાથી મીઠાની માત્રા સંતુલીત થઈ જશે. અને જો મરચુ વધારે પડી ગયુ હોય તો બટરનો ઉપયોગ કરી શકો છો.

લોટની ગોળી : દાળ અથવા ગ્રેવીવાળા શાકમાં મીઠુ વધારે પડી જતા લોટની ૩-૪ ગોળીઓ બનાવી દાળ-શાકમાં નાખો. મીઠુ વધારાના નમકને શોશી લેશે અને તમારૂ શાક ખાવા લાયક બની જશે. થોડા સમય બાદ લોટની ગોળીઓ દાળ-શાકમાંથી કાઢી લો.

લીંબુ : સૂકા શાકમાં મીઠુ વધારે થઈ જાય તો મીઠુ ઓછુ કરવા માટે શાકમાં લીંબુનો રસ મિક્‍સ કરવાથી ખારાશ ઓછી થઈ જશે અને શાકનો ટેસ્‍ટ પણ નહિં બગડે.

ચણાની દાળ : સૂラકુ શાક હોય કે ગ્રેવી વાળુ ચણાની દાળથી ખારાશ ઓછી કરી શકાય છે. તેના માટે ૨-૩ ચમચી શેકેલ ચણાની દાળને શાકમાં મિક્‍સ કરવી.

 

(12:52 pm IST)