Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

ઘરે જ બનાવી દીધું રોકેટ હવે લોન્ચ પણ કરશે

ન્યુયોર્ક તા. રર : દુનિયામાં ધૂની લોકોની કોઇ કમી નથી વ્યવસાયે ડ્રાઇવર એવા અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા માઇક હ્યુઝે નોકરી પછીના સમયમાં થોડું-થોડું ધન બચાવીને પોતાના જ ઘરમાં એક રોકેટ તૈયાર કરી દીધું છે. ૬૧ વર્ષના આ ભાઇ જાતે જ રોકેટ બનાવતા શીખ્યા છે. એ બનાવવા માટે તેઓ અત્યાર સુધીમાં ર૦,૦૦૦ ડોલર એટલે ક ેલગભગ ૧૩ લાખ રૂપિયા ખર્ચી ચુકયા છે. માત્ર ચાર લોકો રહે છે એવા એમ્બોય નામના ગામમાંથી આ રોકેટને લોન્ચ કરવાની માઇકની ગણતરી છે. જો આ રોકેટ સફળ થશે તો માઇક ખુશ થઇને બેસવા નથી માગતા. તેમની ઇચ્છા છે એવુ રોકટે બનાવવાની જેમાં પોતે બેસીને અવકાશમાં જઇ શકે.

(12:24 pm IST)