Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

૬૦૦૦ રત્નો જડેલું ૧પ.પ૦ કરોડનું સોનાનું આંતઃવસ્ત્ર

તાજેતરમાં ચીનના શાંધાઇમાં અમેરિકાની લકઝુરિયસ ફેશન મેન્યુફેકચર કંપની વિકટોરિયાઝ સીક્રેટનો ફેશન-શો ચાલી રહ્યો છે. એમાં કંપનીના ડિઝાઇનરોએ સોનાની બ્રેસિયર બનાવીને રજુ કરી હતી. ૬૦૦૦ જેટલા રત્નોથી જેટલા રત્નોથી જડિત સંપૂર્ણપણે સોનાની ઘડાયેલી આ બ્રેસિયર બનાવતા કારીગરોને ૩પ૦ કલાક લાગ્યા હતા. એની કિંમત ૧.૮ મિલ્યન પાઉન્ડ એટલે કે લગભગ ૧પ.પ૦ કરોડ રૂપિયા જેટલી છે. સ્વાભાવિક છે કે આ આંતઃવસ્ત્ર પહેરીને રેમ્પ પર રજુ કરવાની ઇચ્છા ઘણી મોડલોએ રજુ કરી હતી, પણ કંપનીએ બ્રાઝિલની લેઇસ રિબેરો પર પસંદગી ઉતારીહતી. લેઇસ નવ વર્ષના દિકરાની મમ્મી છે.(૬.૫)

 

(12:22 pm IST)