Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

સોમાલિયામાં અમેરિકાનો હવાઇ હુમલો, ૧૦૦ આતંકીઓના મોત

વોશિંગ્ટન તા. ૨૨ : અમેરિકન દળોએ સોમાલિયામાં મંગળવારે અલ કાયદાથી જોડાયેલા અલ શબાબ સમૂહ વિરૂધ્ધ હવાઇ હુમલો કર્યો હતો. જેમાં ૧૦૦થી વધારે આતંકીઓ માર્ગાય ગયા છે. સોમાલિયાથી ફેડરલ સરકાર સાથે તાલમેલથી અમેરિકી દળોએ સોમાલિયામાં મંગળવારે અલ શબાબ વિરુધ્ધ હવાઇ હુમલો કર્યો હતો.

અમેરિકન દળોએ સોમાલિયામાં મંગળવારના રોજ અલ કાયદા સાથે સંકળાયેલા અલ-શબાબ સમૂહ વિરુધ્ધ કાર્યવાહી કરતા હવાઇ હુમલો કર્યો હતો. આ હવાઇ હુમલામાં ૧૦૦થી વધારે આતંકીઓના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. અમેરિકા-આફ્રિકા કમાનના એક નિવેદનમાં જણાવાવમાં આવ્યું છે કે સોમાલિયાની સંઘીય સરકાર સાથે સંયુકત હુમલામાં અમેરિકન દળોએ સોમાલિયામાં ૨૧મીએ નવેમ્બરે સોમાલિયાના સમય અનુસાર સવારે ૧૦ વાગ્યાની આસપાસ (વૈશ્વિક સમય અનુસાર સાડા સાત વાગે) અલ-શબાબ વિરુધ્ધ હવાઇ હુમલો કર્યો હતો. આ હવાઇ હુમલામાં ૧૦૦થી વધારે આતંકીઓના મોત થયા છે.

(12:20 pm IST)