Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

રૂ.ર૬ લાખનો આઇફોન -એકસ લેવાની ઇચ્છા ખરી ?

સ્પેશિયલ એડિશન ફોનમાં ૩૪૪ થી વધુ તો હીરા જડવામાં આવ્યા છે

વોશિંગ્ટન તા. રર : આઇફોન-એકસનું વેચાણ ત્રીજી નવેમ્બરથી શરૂ થયું છે. ભારે કિંમત હોવા છતાં લોકોમાં આ આઇફોનની મોટી માંગ છે. આ દરમિયાન કેવિઆર નામની કંપનીએ આઇફોન-એકસની એક સ્પેશ્યિલ એડિશન લોન્ચ કરી છે તેનું નામ આઇફોન-એકસ ઇમ્પિરિયલ ક્રાઉન રાખવામાં આવ્યું છે. જેની કિંમત અંદાજે રૂ. ર૬,ર૮,૪૦૦ છે.

આ સ્પેશિયલ એડિશન આઇફોન-એકસની રિયર પેનલમાં ૩૦૦ થી વધુ કિંમતી પથ્થરો સાથે ગોલ્ડન કોટ આપવામાં આવ્યો છે. તેમાં અલગ અલગ સાઇઝના ૩૪૪ થી વધુ હીરા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમાં ૧૪ મોટા રૂબી અને એક સોનાનું બે માથાવાળું બાજ લગાવાયું છે. આ ખુબીઓ ઉપરાંત ફોનના અન્ય ફિચર્સ બેઝ મોડેલ જેવા જ રહેશે. કેવિચાર સ્મર્ટફોન કસ્ટમાઇઝ કરીને વેચનાર કંપની છે. આઇફોન-એકસ ઉપરાંત કંપનીએ આઇફઓન-૮ અને આઇફોન-૮ પ્લસને પણ કસ્ટમાઇઝ કર્યો છે. અગાઉ, આ કંપનીએ નોકિયા ૩૩૧૦ને પુટિન-ટ્રમ્પ સમિટ એડિશન પણ આ વર્ષની શરૂઆતમાં લોન્ચ કર્યો હતો.

આઇફોન-એકસની વિશેષતાઓ જોઇએ તો તેમાં એજટુએજ ડિસ્પ્લે તેમાં ફેસિયલ રેકગ્નિશન માટે ફ્રેસ આઇડી આપ્યું છે. તેના ફ્રન્ટ અને બેકમાં ગ્લાસ ડિઝાઇન અપાયેલી છે. આ ફોન વોટર રેઝિસ્ટન્ટ છે અને તે બે રંગો જેમાં સ્પેસ ગ્રે અને સિલ્વરમાં ઉપલબ્ધ છે. કેમેરામાં ખાસ આઇઆર સિસ્ટમ અપાયેલી છે જે ચહેરા પર એક બીમ દ્વારા અંધારામાં પણ તમને ઓળખીને અનલોક થઇ શકે છે. કંપનીએ આ માટે ડયુઅલ કોર કસ્ટમચિપ સેટ લગાવ્યો છ.ે જે ચહેરાને ઓળખે છે.

 

(11:39 am IST)