Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

સિંગલ પુરૂષો કરતાં સિંગલ મહિલાઓ પોતાની જાત સાથે વધુ ખુશ હોય છે

નવી દિલ્હી તા.૨૨: પુરૂષોની સરખામણીએ સ્ત્રીઓ સિંગલ સ્ટેટસમાં વધુ ખુશ હોય છે. બ્રિટનની મિન્ટેલ રિસર્ચ કંપનીએ કરેલા અભ્યાસમાં એવું નોંધાયુ છે. કે જ્યારે સ્ત્રી કે પુરૂષ કોઇ પાર્ટનર સાથે નથી હોતા ત્યારે ૬૧ ટકા મહિલાઓ પોતાની જાત સાથે ખૂશ અને સંતોષ અનુભવતી હોય છે. જ્યારે પુરૂષોમાં આ રેશિયો ૯૪ ટકાનો છે. ૭૫ ટકા સિંગલ મહિલાઓએ સભાનતાપૂર્વક કોઇ રિલેશનશિપમાં એકિટવ ન થવાનો નિર્ણય લીધો હોય છે. પુરૂષોમાં આવી સભાનતાપૂર્વકનું સિંગલ સ્ટેટસ હોતું નથી. મોટા ભાગની સિંગલ મહિલાઓ તેમને ગમતાં કામોમાં સંકળાઇને એવું ગ્રુપ બનાવી લે છે જેની સાથે તેઓ પોતાની લાગણી અને વિચારો શેર કરી શકે.

(11:34 am IST)