Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

બાળકને શબ્દો બોલતાં આવડે એ પહેલાં એનો અર્થ સમજાવા લાગતો હોય છે

નવી દિલ્હી તા.૨૨: આપણે માનીએ છીએ એના કરતાં નાની ઉંમરે બાળકો સમજણા થઇ ગયા હોય છે.બની શકે કે બાળક પોતે બોલી શકતું નથી હોતું, પરંતુ જે ભાષામાં તેની સાથે વાતો કરવામાં આવે છે એના અર્થ તે ગ્રેસ્પ કરવા લાગે છે. અમેરિકાની ડ્યુક યુનિવર્સિટીના નિષ્ણાતોનું કહેવું છે કે બાળકને કદાચ પંખો બોલતાં નહી આવડતું હોય, પણ જો તેને વારંવાર આને પંખો કહેવાય એવું બોલીને દેખાડવામાં આવે તો જ્યારે પણ તમે પંખો બોલો ત્યારે તેની નજર અચૂક પંખા પર જાય એવું બને છે. આમ જે-તે ચીજોને શું કહેવાય એની સમજાણ તે બોલે અથવા તો આંગળી ચીંધીને બતાવે એ પહેલાંથી બાળકમાં કેળવાવાનું શરૂ થઇ જાય છે.

(11:32 am IST)