Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

સામાજિક રીતે થોડા અતડા રહેવાથી પણ તમારી ક્રીએટિવિટી ખીલે છે

ન્યુયોર્ક તા.૨૨: દરેક વાતમાં સામાજિક રીતે મળતાવડા અને પાર્ટીપોપર બની રહેવું જ બહેતર છે એવું નથી. તમારી સર્જનાત્મકતા સુધારવી હોય તો લોકોથી થોડુંક અંતર બનાવવું જરૂરી છે અમેરિકાના ન્યુયોર્કમાં આવેલી યુનિવર્સિટી ઓફ બફેલોના નિષ્ણાતોનું કહેવું છે કે એકાંતને માણતા શીખે એવા લોકો જીવનને લગતી ઊંડી સમજણ કેળવી શકે છે જે તેમના કોઇ પણ પ્રકારના કામમાં રિફલેકટ થાય છે.જે લોકો પોતાની જાત સાથે સારો સમય ગાળી શકે છે, વાંચે છે કે કામ કરે છે તેઓ કામમાં નાવીન્યય ઉમેરી શકે છે. અત્યાર સુધીના અભ્યાસોમાં સમાજથી અંતર બનાવીને અતડા રહેતા લોકોના મન અને કામમાં નકારાત્મક અસરો વિશે જ વાતો થઇ છે. જોકે બફેલો યુનિવર્સિટીના નિષ્ણાતોનું કહેવું છે કે જો વ્યકિત ફ્રેન્ડ્સ, સંબંધીજનો, સહકર્મચારીઓ અને આસપાસમાં લોકોની ગેરહાજરી વખતે પણ એકાંતના સમયને માણી શકે છે તો તે વધુ ઊંડાણ પામે છે અને સર્જનાત્મકતાના અંકુરો ફુટવાની સંભાવના વધે છે.

(11:31 am IST)