Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

પાછલી વયે અચાનક ચાલવાની ગતિ ધીમી પડી ગઈ છે ? તો હૃદય સંભાળો

લંડન, તા. ૨૨ :. પ્રૌઢાવસ્થામાં ચાલવાની ગતિ જુવાની કરતા થોડીક ધીમી પડે એ સ્વાભાવિક છે, પરંતુ અચાનક જ ચાલ ધીમી પડી જાય તો એ ઠીક નથી. ઝડપથી ચાલવાનો પ્રયત્ન કરવાથી હાંફ ચડી જતી હોય તો એ ક્રોનિક હાર્ટ-ડિસીઝનું લક્ષણ હોય શકે છે. પગના દુઃખાવાને કારણે નહી પણ હાંફ ચડવાથી કે થાકી જવાતુ હોવાથી ધીમે ધીમે અને નાના ડગલા માંડતા વયસ્કોમાં હાર્ટ-ડિસીઝ ડેવલપ થવાની સંભાવના ખૂબ વધુ હોય છે. એજિંગ એટલે કે વૃદ્ધત્વના લક્ષણોમાં સંતુલન, સ્નાયુઓની સ્ટ્રેન્ગ્થ અને ફલેકિસબિલિટી અને શરીર બળ ઘટે છે. સ્વીડનની કેરોલિન્સ્કા યુનિવર્સિટીની અભ્યાસકર્તાઓએ ૬૦ વર્ષ કે એથી વધુ વયના પાર્ટિસિપન્ટસ પર પ્રયોગ કર્યો હતો અને તેમની ચાલવાની ગતિ તથા ખુરશી પર ચડીને સંતુલન જાળવવાની ક્ષમતા તપાસી હતી. પ્રયોગની શરૂઆતમાં કોઈને હાર્ટ-ડિસીઝ નહોતો અને ચાલવાની ગતિ પણ નોર્મલ હતી. પ્રયોગ દરમ્યાન દર છ મહિને તેમની ચાલવાની ગતિ નોંધવામા આવી હતી એટલું જ નહીં, હાર્ટ-ડિસીઝનું જોખમ બતાવતી લોહીની તપાસ પણ કરવામાં આવી હતી. અભ્યાસમાં નોંધાયુ હતુ કે જે વૃદ્ધોમાં ચાલવાની ગતિમાં ઝડપી ઘટાડો થતો હતો તેમની લોહીની ટેસ્ટમાં પણ હાર્ટ-ડિસીઝની શકયતા જતાવતુ પ્રોટીન વધુ માત્રામાં હતું.

(9:59 am IST)