Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

બાળકને સિંગદાણાની એલર્જી ન થાય એવું ઇચ્છતા હો તો બ્રેસ્ટ ફીડિંગ દરમ્યાન મમ્મીએ સિંગદાણા ખાવા

નવી દિલ્હી તા. રર :.. નાનાં બાળકોને જો બ્રેસ્ટ - ફીડીંગ દરમ્યાન હાઇલી એલર્જિક ગણાતી ફુડ-આઇટમ્સથી દુર રાખવામાં આવ્યાં હોય તો બની શકે કે જયારે તેઓ પોતાની જાતે જે તે ચીજો ખાય ત્યારે તેમને એલર્જી થાય. બાળકો માટે સિંગદાણા, સોયબીન, દૂધ, ઇંડા જેવી ચીજો એલર્જી પેદા કરી શકે છે. અમેરિકાની બોસ્ટન ચિલ્ડ્રન્સ હોસ્પિટલ અને હાર્વડે મેડિકલ સ્કુલના નિષ્ણાતોનું કહેવું છે કે જો મમ્મી બાળકને બ્રેસ્ટ-ફીડીંગ કરાવતી હોય ત્યારે જો આ બધી જ એલર્જિક ગણાતી ચીજોનું સેવન કરતી હોય તો એનાથી કુદરતી રીતે જ બાળકમાં એ ચીજો પચાવવાની ક્ષમતા વિકસે છે. બાળકોમાં સિંગદાણાની એલર્જી ખૂબ વધુ જોવા મળે છે. જો કે એવું ન થાય એ માટે માએ બાળકને નિયમિત પોતાનું દૂધ આપવું જોઇએ એટલું જ નહીં, સ્તનપાન કરાવવાના ગાળા દરમ્યાન ખોરાકમાં સિંગદાણાનો ઉપયોગ કરવો જોઇએ. આમ કરવાથી બાળકની રોગપ્રતિકારક શકિત મજબુત થાય છે. (પ-પ)

 

(9:41 am IST)