Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

આ તો ગઝબ જ કહેવાય....પોતાનો પગાર ઘટાડી સ્ટાફનો પગાર કરી દીધો વાર્ષિક 50 લાખ

નવી દિલ્હી: અમેરિકાની એક ક્રેડિટ કાર્ડ પ્રોસેસિંગ કંપનીએ 6 વર્ષ પહેલા દરેક સ્ટાફનો ન્યૂનતમ પગાર લગભગ 51 લાખ રૂપિયા વાર્ષિક કરી દીધો હતો. ગ્રેવિટી પેમેન્ટ્સ નામની કંપનીના આ નિર્ણય પર ત્યારે અલગ અલગ મત આવ્યા હતા. પણ સીઈઓ ડેન પ્રિસનું કહેવું છે કે પગાર વધારવાની તેમની નીતિ સફળ રહી છે. ખાસ વાત એ છે કે દરેક સ્ટાફની મિનિમમ સેલરી 51 લાખ કરવા માટે સીઈઓ ડેન પ્રિસે પોતાનો વાર્ષિક 7 કરોડનો પગાર ઓછો કરવો પડ્યો હતો. આ નિર્ણય પછી ઘણાં લોકોએ પ્રિસને હીરો ગણાવ્યો હતો. જોકે અમુક લોકોએ ભવિષ્યવાણી કરી હતી કે કંપનીનું દેવાળું ફૂંકાઇ જશે. ડેન કહે છે, લોકો ભૂખા રહે છે કે તેમને નોકરીમાંથી કાઢી નાખવામાં આવે છે. તેમનો ફાયદો ઉઠાવવામાં આવે છે. જેથી અન્ય કોઇ ઊંચી બિલ્ડિંગના પેન્ટહાઉસમાં સોનાની ખુરશી પર બેસી શકે. આપણો સમાજ લાલચની પ્રશંસા કરે છે અને તેને પ્રોત્સાહન આપે છે.

(6:13 pm IST)