Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

ત્વચાની અનેક સમસ્યા દૂર કરે છે મધ

મોટા ભાગના લોકો વજન ઓછુ કરવા અથવા કોઈ પણ પ્રકારની શારીરિક સમસ્યા થતા મધનું સેવન કરે છે. આ ઉપરાંત મધ તમારા રૂપને પ્રાકૃતિક રીતે નિખારવાનું કામ કરે છે. તો જાણો સૌંદર્ય માટે મધના ઉપયોગ વિશે.

જો તમારા ચહેરા પર કોઈ પણ પ્રકારના ઘાના નિશાન છે, તો દરરોજ રાત્રે તમારા ચહેરા પર લાગેલ ઘાના નિશાન પર ઓર્ગેનિક મધ લગાવો. ત્યારબાદ આખી રાત એમ જ રહેવા દો અને સવારે સાફ કરી લો.

મધ ખીલને ઠીક કરવાનું કામ કરે છે. તેના માટે ચહેરા પર થયેલ ખીલ પર મધ લગાવો અને રાત આખી રહેવા દો. સવારે ચહેરાને પાણીથી ધોઈ લો.

ચહેરા પર પ્રાકૃતિક રીતે નિખાર લાવવા માટે મધનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે મધમાં થોડી માત્રામાં એલોવેરા મિકસ કરો અને આખી રાત ચહેરા પર લગાવી રાખો.

તમને જાણીને નવાઈ લાગશે કે મધ કાળા વાળને કુદરતી રીતે લાઈટ કલર આપે છે. તેના માટે મધને કેમામાઈલ ટીમાં મિકસ કરો. ત્યારબાદ તેને વાળ પર એપ્લાઈ કરો. ત્યાર બાદ વાળને શોવર કેપ સાથે કવર કરીને સૂઈ જાવ અને સવારે શેમ્પુથી વાળને ધોઈ લેવા.

(9:37 am IST)