Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

ઓએમજી.....ઈટાલીના આ ગામમાં આશરે 8 વર્ષ પછી બાળકનો જન્મ થયો હોવાની માહિતી

નવી દિલ્હી: એક તરફ ચીન અને ભારત જેવા દેશોમાં વસ્તી વધારો અટકવાનું નામ નથી લઈ રહ્યો અને જનસંખ્યા મામલે બંને દેશ અનુક્રમે પહેલા અને બીજા ક્રમે ઉભા છે. ત્યારે બીજી બાજુ ઈટાલીનું એક નાનું એવું ગામ સામે આવ્યું છે જ્યાં આશરે 8 વર્ષ બાદ કોઈ બાળકનો જન્મ થયો છે. નવજાત બાળકના જન્મની ઘટનાને ગામના લોકો કોઈ તહેવારની માફક ઉજવી રહ્યા છે.

              ડેનિસના માતા-પિતા સારા અને મૈટોએ ઈટાલીના ગામની પરંપરા પ્રમાણે ઘરના દરવાજે એક વાદળી રંગની રિબન પણ કાપી હતી. ગામમાં બાળકીનો જન્મ થાય ત્યારે ગુલાબી અને દીકરાનો જન્મ થાય ત્યારે વાદળી રંગની રિબન કાપવાનો રિવાજ છે. 2020નું વર્ષ સમગ્ર વિશ્વ માટે ઘાતક સાબિત થઈ રહ્યું છે પરંતુ ગામ માટે વર્ષ ખુશીઓ લઈને આવ્યું છે.

(6:18 pm IST)