Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

બહાર ફરતા લોકોની તુલનામાં ઘરે રહેનાર લોકોને વધુ કોરોનાથી ખતરો હોવાનું સંશોધન

નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારીની વિરુદ્ધ દુનિયાભરમાં લોકોને જરૂરી કામ માટે બહાર લોકો માટે બહાર નિકળવા માટે જણાવવામાં આવી રહ્યું છે. વચ્ચે દક્ષિણ કોરિયાના મહામારીના નિષ્ણાંતોની એક સ્ટડીમાં સામે આવ્યું છે કે બહારથી વધારે લોકો ઘરમાં થનારા સંપર્કને કારણે કોવિડ-19થી સંક્રમિત થઈ રહ્યા છે. તેમની સ્ટડી અમેરિકાના સેન્ટર ફોર ડિઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શમાં 16 જુલાઈને રોજ પ્રકાશિત થઈ છે.

              સ્ટડીમાં 5706 દર્દીઓની સ્ટડી કરવામાં આવી જે કોરોના વાયરસ પોઝિટિવ હતા અને 59 હજાર એવા લોકો સામેલ કરવામાં આવ્યા જે તેમના સંપર્કમાં આવ્યા હતા. શોધમાં સામે આવ્યું કે, 100માંથી માત્ર 2 લોકોને ઘરની બહાર કોરોનાનો ચેપ લાગ્યો હતો. ત્યાંજ 10માંથી 1 વ્યક્તિને ઘરની અંદર કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો.

(6:18 pm IST)