Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

અમેરિકાએ ચીનને પોતાનું હ્યુસ્ટન સ્થિત મહાવાણીજ્ય દૂતાવાસને 72 કલાકની અંદર બંધ કરવાનો આદેશ આપ્યો

નવી દિલ્હી: અમેરિકાએ એક અનપ્રેક્ષિત પગલું લેતા ચીનને પોતાનું હ્યૂસ્ટન સ્થિત મહાવાણિજ્ય દૂતાવાસને 72 કલાકની અંદર બંધ કરવાનો આદેશ આપ્યો છે. અમેરિકન આદેશ પછી ચીની દૂતાવાસના કર્મચારી ગોપનીય દસ્તાવેજોને સળગાવતા જોવામાં આવ્યા. તો અમેરિકાના નિર્ણય પછી ચીન ભડકી ગયું છે અને તેણે જરૂરી કાર્યવાહી કરવાની ધમકી આપી છે.

             કહેવામાં આવી રહ્યું છે કે, અમેરિકાએ ચીન સાથે ચાલી રહેલા ગંભીર તણાવને જોતા હ્યૂસ્ટનના મહાવાણિજ્ય દૂતાવાસને બંધ કરવાનો આદેશ આપ્યો છે. તેના માટે અમેરિકાએ ચીનને 72 કલાકનો સમય આપ્યો છે. આટલા ઓછા સમયમાં મહાવાણિજ્ય દૂતાવાસને ખાલી કરવાના આદેશથી ચીનના વિદેશ મંત્રાલયમાં હડકંપ છે. ચીનના વિદેશ મંત્રાલયે તેના પર કડક પ્રતિક્રિયા આપી છે.

(6:17 pm IST)