Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં 8સૈનિકોના મૃત્યુ

નવી દિલ્હી:અફઘાનિસ્તાનના મેદાન વરદાક પ્રાંતમાં સોમવારના રોજ બપોરના સમયે ગાડીમાં થયેલ આત્મઘાતી  વિસ્ફોટમાં અફઘાન નેશનલ આર્મીના 8 સૈનિકો મોતને ભેટ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. હુમલાની જવાબદારી આતંકી સંગઠન તાલિબાન દ્વારા લેવામાં આવી છે. અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયદ્વારા વાતની જાણકારી આપવામાં આવી રહી છે.

       વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  હુમલો સઈદ આબાદ જિલ્લામાં સૈન્ય બળના જૂથને લક્ષ્ય કરીને કરવામાં આવ્યો હતો હુમલામાં 9 જવાનોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું પણ માલુમ પડી રહ્યું છે.

(6:16 pm IST)