Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

શું તમને પણ હેર સ્ટ્રેટનિંગ કરાવવાનો શોખ છે ?

૧. વાળને થશે નુકશાન :

જો તમારા વાળ નુચરલી સ્ટ્રેટ નથી તમે હેર સ્ટ્રેટનિંગ કરાવવાનું વિચારી રહ્યા છો તો એક વાર આ વાંચી લેજો. ઘર પર જ હેર સ્ટ્રેટનરનો ઉપયોગ કરીને વાળ સીધા કરો કે પછી પાર્લર જઈને કેમિકલ ટ્રીટમેન્ટની મદદથી વાળ સીધા કરાવો-બન્ને રીતથી તમારા વાળને નુકશાન થઈ શકે છે. કારણકે હેર સ્ટ્રેટનિંગના ઘણા સાઈડ ઈફેકટસે છે.

૨. સોથી મોટી સાઈડ ઈફેકટ :

તમારા વાળ ગમે તે ટાઈપના હોય પણ હેર સ્ટ્રેટનિંગની સૌથી મોટી સાઈડ ઈફેકટ છે વાળ ડ્રાય થવા. હેર સ્ટ્રેટનરનો ઉપયોગ કરવાથી વાળમાં રહેલું નેચરલ ઓઈલ ઘટતું જાય છે અને વાળ વધારે પડતા ડ્રાય થઈ જાય છે.

૩. વાળ ખરાબ થઈ જાય છે :

સ્ટ્રેટનિંગથી તમારા વાળ ડ્રાય થઈ જશે અને ફ્રિઝી પણ થઈ જશે. એટલે કે વારંવાર વાળ ગુંચવાઈ જશે. અવારનવાર વાળ ઓડશો તો પણ વાળ ઉભા-ઉભા લાગશે, સ્ટ્રેટનિંગનું સૌથી મોટું નુકશાન એ છે કે, તેનાથી તમારા વાળ સ્ટ્રેટની કેટેગરીમાં પણ નહિં રહે અને કર્લીની કેટેગરીમાં પણ નહિં રહે.

૪. વાળ તૂટવા અને સ્પ્લિટ એન્ડસ :

જ્યારે સ્ટ્રેટનિંગને કારણે વાળ ડ્રાય અને અનમેનેજેબેલ થઇ જાય છે તો વાળ તુટવાની અને ખરવાની સમસ્યા શરૂ થઈ જાય છે. વાળને આટીફિશિયલ રીતે સ્ટ્રેટ કરવાને કારણે વાળની લટ વીક થઈ જાય છે. અને સરળતાથી તૂટી જાય છે. આ સિવાય સ્પિલ્ટ એન્ડસની સમસ્યા પણ વધી જાય છે.

૫. ખંજવાળ :

જરૂરથી વધારે કેમિકલ અને સ્ટાઈલિંગ ટૂલ્સનો ઉપયોગ કરવાને કરણે તેની અસર તમારી સ્કિન પર પણ પડે છે. સ્ટ્રેટનિંગને કારણે હેર ફોલિકલને નુકશાન પહોંતે છે, જેના કારણે નેચરલ ઓઈલ નથી બાકી રહેતું, જેનાથી સ્કાલ્પને મોઈશ્ચરાઈઝ રાખી શકાય. આખરે સ્કાલ્પ પણ ડ્રાય થઈ જાય છે અને ખંજવાળની સમસ્યા ઉભી થાય છે. આ સિવાય ડેન્ડ્રફની સમસ્યા પણ ઉભી થાય છે.

(10:13 am IST)