Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

રપ ગ્રામની ચેરી જોઈ છે?

નવી દિલ્હી,તા.૨૨ : સામાન્ય રીતે એક ચેરીનું વજન ૧૦થી ૧૨ ગ્રામ જેટલું હોય છે, પણ ઇટલીનાં ભાઈ-બહેનની એક જોડીને તેમના બાગમાંથી લગભગ ડબલ વજનની ચેરી મળી છે. કદાચ આ ચેરી ગિનેસ વર્લ્ડ રેકોર્ડ તોડે એવું સંભવ છે. જયારે પચીસ વષનો સેબેસ્ટિયાનો અને બાવીસ વર્ષની સેલેન ચેરીના બાગમાં કામ કરી રહ્યાં હતાં ત્યારે તેમને એક ઝાડ પર વિશાળ ચેરી દેખાઈ હતી. કદાચ આ જાયન્ટ ચેરી હોઈ શકે છે એમ માનીને તેમણે એને અલગ રાખી અને તપાસ કરી તો ખબર પડી કે આ પહેલાં ૦.૮૪ ઔંસ એટલે કે લગભગ ૨૧ ગ્રામની ચેરી સૌથી જાયનન્ટનો રેકોર્ડ ધરાવે છે, જયારે આ ભાઈ-બહેનની જોડીને મળેલી ચેરીનું વજન લગભગ પચીસ ગ્રામ જેટલું છે. હવે આ ચેરી બગડી જાય એ પહેલાં ગિનેસના અધિકારીઓ તેમના બાગની મુલાકાત લે એ માટે તેઓ પ્રયત્નશીલ છે.

(3:01 pm IST)