Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

મેક્સિકોમાં કાર રેસિંગની ઇવેન્ટમાં અંધાધૂંધ ફાયરિંગ થતા 10 રેસર્સના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: અમેરિકાના પાડોશી દેશ મેક્સિકોમાં પણ છાશવારે ફાયરિંગની ઘટનાઓ બની રહી છે. લેટેસ્ટ ઘટનામાં ઉત્તર મેક્સિકોમાં આવેલા બાજા કેલિફોર્નિયો નામના શહેરમાં યોજાયેલી કાર રેસિંગની ઈવેન્ટમાં શનિવારે રાત્રે ફાયરિંગ થયુ હતુ. જેમાં 10 કાર રેસર્સના મોત થયા છે. ફાયરિંગ કરનારા હુમલાખોરોના હાથમાં મોટી બંદુકો હતી.તેઓ રાખોડી રંગની વાન લઈને આવ્યા હતા. વાનની બહાર નિકળ્યા બાદ તેમણે અંધાધૂધ ગોળીઓ વરસાવવાનુ શરુ કરી દીધુ હતુ. આ હત્યાકાંડના પગલે સ્થાનિક તંત્રથી માંડીને પોલીસ તંત્ર દોડતુ થઈ ગયુ હતુ. ફાયરિંગમાં 10 લોકોના સ્થળ પર જ મોત થયા હતા.નવ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમની હાલત હજી પણ ગંભીર હોવાનુ કહેવાઈ રહ્યુ છે. તેમને તરત જ હોસ્પિટલ લઈ જવાયા હતા. સ્થાનિક પોલીસે મરનારાની ઓળખ હજી જાહેર કરી નથી. મોતને ભેટેલા રેસર્સમાં અન્ય દેશોના ડ્રાઈવરો પણ હોઈ શકે છે.

(7:31 pm IST)