Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

બન્ને હાથ ન હોવા છતાં ૧૦ વર્ષની છોકરી જીતી નેશનલ હેન્ડરાઇટિંગ સ્પર્ધા

ન્યુયોર્ક તા ૨૨ :  જયારે ભગવાને જન્મથી જ શારીરીક ઉણપ આપી હોય ત્યારે બાળકો કેટલી સહજતાથી એનો સ્વીકાર કરીને એ ખામીઓને કારણે આવતી મર્યાદાઓને ઓળંગી જતા હોય છે. એનો પ્રેરણારૂપ દાખલો છે, અમેરિકાના મેરિલેન્ડ રાજયના  ફ્રેડરિક ટાઉનમાં રહેતી ૧૦ વર્ષની સારા હિનેસ્લી. સારા જન્મી ત્યારથી જ તેના બન્ને હાથ અવિકસીત છે. પંજા અને  કાંડા છ ે જ  નહીં બન્ને હાથ પર બે-ત્રણ હાડકાના ઢીમચા જેવું છે, જેનો આ બાળકી આંગળીની જેમ ઉપયોગ કરી લે છે. હાથ ન હોવા છતાં તે નોર્મલ બાળકોની જેમ લખે છે. માત્ર લખે છે એટલું જ નહીં તેનાં હમઉમ્ર બાળકોની ઝડપે અને સુઘડતાથી લખે છે. હાથમાં પાંચેય આંગળીઓ ધરાવતા લોકોને પણ કર્સિવ રાઇટિંગમાં મુશ્કેલી પડે છે, જયારે સારા એકેય આંગળી ન હોવા છતાં બન્ને હાથનો ઉપયોગ કરીને એટલી ચીવટપૂર્વક  મોતીના   દાણા  જેવા અક્ષરે લખે છે. સેન્ટ જોન્સ રીજનલ કેથ્લિક સ્કુલમાં ત્રીજા ધોરણમાં ભણતી સારાએ તાજેતરમાં ૨૦૧૯ની નિકોલસ મેકિસમ કર્સિવ હેન્ડરાઇટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. અને તે એવોર્ડ પણ જીતી હતી. આ એવોર્ડ દર વર્ષે બે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.

સારાએ જન્મથી જ કદી નકલી હાથ પહેર્યો નથી. તેની સામે કોઇ પણ ચેલેન્જ ફેંંકે તો તે બહુ ઉત્સાહથી ઉાઠાવી લે છે. પેઇન્ટિંગ અને માટીના સ્કલ્ચર બનાવવાનું કામ પણ  સરસ રીતે કરે છે. પંજા અને કાંડા વિના તે આ બધું જે સહેલાયથી કરી લે  છે એ માટે તે સ્કુલ અને ટાઉનમાં સ્ટાર છે.

(3:32 pm IST)
  • ફરીવાર સાધ્વી પ્રજ્ઞા વિવાદી નિવેદનમાં ફસાયા ;કહ્યું અયોધ્યામાં મેં ઉપર ચડીને તોડ્યો હતો વિવાદી ઢાંચો ;ચૂંટણી આયોગે ફટકારી નોટિસ :24 કલાકમાં માંગ્યો જવાબ :આતંકવાદી હુમલામાં શહીદ થયેલ મહારાષ્ટ્ર પોલીસના વરિષ્ઠ અધિકારી હેમંત કરકરે અંગે આપેલ વિવાદી નિવેદન બાદ ભોપાલ સંસદીય સીટના ભાજપના ઉમેદવાર સાધ્વીએ વધુ એક વિવાદી નિવેદન આપ્યું છે access_time 11:33 pm IST

  • ચૂંટણી પંચ આકરા પાણીએ : વડાપ્રધાન મોદી પર બનેલી ફિલ્મ પર રોક લગાવ્યા બાદ, હવે PM પર બનેલી વેબ સિરીઝ ' મોદી - જર્ની ઓફ આ કોમન મેન ' પર પણ રોક લગાવી : ઇરોઝ કમ્પની દ્વારા બનાવાયેલ આ વેબ સિરિઝના પાંચેય ભાગ ઈન્ટરનેટ પરથી દૂર કરવા કર્યો આદેશ. access_time 5:15 pm IST

  • ઇન્દોરમાં સ્વાઈનફ્લૂનો હાહાકાર ;ગરમીના દિવસોમાં પણ સ્વાઈનફ્લૂનો ફૂફાડો : દર બીજા દિવસે એક દર્દીનું મોત : 35 વર્ષીય મહિલાના મોટ બાદ આ ઘાતક બીમારીથી મૃતકોની સંખ્યા વધીને 60 ના આંકે પહોંચી : છેલ્લા સાડા ત્રણ મહિનામાં સ્થાનિક હોસ્પિટલમાં 206 સ્વાઈન ફ્લૂના કેસ નોંધાયા access_time 1:04 am IST