Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

મોબાઈલ ફોનનું સ્થાન આપણા જીવનમાં

મોબાઈલ ફોનની સુવિધાઓ અને મનોરંજનને ધ્યાનમાં રાખીને સતત તેનો ઉપયોગ વધતો જાય છે. મોબાઈલ ફોનથી લોકો એટલા બધા ક્રેઝી થઇ ગયા છે ક. મોબાઈલ વગર હવે લોકોની જીંદગી અધુરી લાગે છે. તાજેતરમાં બહાર આવેલા એક સર્વેમાં લોકોના મોબાઈલ ફોન પ્રત્યેની દિવાનગીનો ચોંકાવનારુ સત્ય બહાર આવ્યું હતું. સર્વે પ્રમાણે ૫૭ ટકા લોકો માને છે કે તેઓ સ્માર્ટફોન વગર નથી રહિ શકતા. પ્રત્યેક ત્રણમાંથી એક વ્યકિતએ સ્વીકાર કર્યું હતુ કે તે, પોતાના સ્માર્ટફોન માટે એક સપ્તાહ સુધી ટેલિવિઝન જોવાનું છોડી શકે છે. જાણકારોના મત પ્રમાણે સ્માર્ટફોન કોઈ પણ ઉંમરના લોકો માટે જરૂરીયાતનું સાધન બની ગયું છે.

સ્માર્ટફોનના ઉપયોગકર્તા લોકોના વ્યવહારોના અભ્યાસમાં એ સ્પષ્ટ થયું હતું કે, માોટા ભાગે યુવાવર્ગ મોબાઈલ ફોનની સાથે સૌથી  વધારે સમય ગાળવાનું પસંદ કરે છે. આ દરમિયાન તે બીજા કોઈ કામને ન કરવાનું જરૂરી સમજે છે. સર્વે પ્રમાણે બજારમાં ગળાકાપ પ્રતિસ્પર્ધા વચ્ચે પોતાનો દબદબો રાખવાના ઉદેશ્યથી મોબાઈલ ફોન નિર્માતા કંપનીઓ સ્માર્ટફોનના ફિચરમાં લગાતાર વધારો કરી રહ્યા છે. જેનાથી દરેક ઉંમરના લોકોની રોજની ભાગદોડવાળી જીંદગીમાં ઘણી સરળતા આપી છે. જેનાથી સ્માર્ટફોનની પ્રત્યે તેમનો ક્રેઝ સતત વધી રહ્યો છે. દુનિયામાં સ્માર્ટફોનથી સર્વાધિક ઉપયોગમાં કરવાવાળા દેશો અમેરિકા, ભારત, ચીન, જર્મની અને બ્રાઝિલના ૧૬ થી ૬૫ વર્ષના ઉંમરના ૨,૫૦૦ લોકો સાથે વાચતીતના આધારે આ રિપોર્ટનો બનાવવામાં આવ્યો હતો. ત્રણમાંથી એક ભારતીય અને બેમાંથી એક ચીની પોતાના સ્માર્ટફોન માટે એક સપ્તાહ સુધી ટેલિવિઝન જોવાનું પણ છોડી શકે છે.

(10:19 am IST)