Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

આ હર્બલ જ્યૂસ પીતા રાખો સાવધાની, ફાયદાની જગ્યાએ તમે બીમાર પડી શકો છો

નેચરલ પ્રોડકટ્સથી આપણને ફાયદો જરૂર થાય છે. પરંતુ, આનો ઉપયોગ કરતા પહેલા એ વિચારવું જરૂરી છે કે આ તમારા માટે ફાયદાકારક છે કે નહિં.

એલોવેરાનું જ્યૂસ

લાભ : આ ઠંડુ હોય છે. આને પીવાથી હેર અને સ્કીન માઠે ખૂબજ ફાયદાકારક છે. શરીરમાં ઈમ્યુનિી પાવર વધારવામાં મદદરૂપ થાય છે. આ હૃદય અને લીવર સાથે જોડાયેલ  ઘણા બધા પ્રકારની બીમારીઓના જોખમને દુર કરે છે.

કયારે કેટલું લેવું : સવારે ખાલી પેટે ૧૦ થી ૩૦ મીલી

સવધાની રાખવી : કફની સમસ્યા હોય તો ચોમાસું અને શિયાળામાં આને ન પીવું. કારણકે ઘણી વાર આનાથી તમને ગળામાં દુઃખાવો, ઉધરસ અને છાતીમાં દુઃખાવો વગેરે સમસ્યા થાય છે. એલોવેરા શરીરમાં નવા સેલ્સ બનાવે છે અને તેમાં વૃદ્ધિ પણ કરે છે. એટલા માટે કેન્સરના દર્દીએ આનું સેવન ન કરવું.

આમળાનું જ્યૂસ

લાભ : વજન નિયંત્રણ કરે છે, આંખો, વાળ અને ત્વચા માટે ફાયદાકારક છે. ઈમ્યુનિટી અને ડાયજેશન સિસ્ટમને મજબૂત કરે છે. શરીરની ગરમીને બહાર કરવાની સાથે એસિડિટી અને કોલેસ્ટ્રોલને પણ દુર કરે છે.

કયારે કેટલું લેવું : સવારે ખાલી પેટેઢ પાણીની સાથે ૨૦ થી ૪૦ મીલી.

સાવધાની રાખવી : ઉનાળામાં તો આને કોઈપણ વ્યકિત પી શકે છે. પરંતુ, કફની સમસ્ય હોય તેવા વ્યકિતએ આને વરસાદમાં અને ઠંડા દિવસોમાં ઓછુ પીવું.

જાંબુનું જ્યૂસ

લાભ : ડાયાબિટીસ દર્દીઓ માટે ખાસ કરીને લાભકારક છે. રકતમાં શુગરના સ્તર કન્ટ્રોલ કરે છે. ડાયજેશન સિસ્ટમને મજબૂત કરવામાં ઉપયોગી છે.

કયારે કેટલું લેવું : સવારે ખાલી પેટ પાણી સાથે ૨૦ મીલી.

સાવધાની રાખવી : બાફેલા હોવાને કારણે નુકસાનકારક હોઈ શકે છે. ગળામાં દુઃખાવો થતાો હોય તો આનું સેવન ન કરવું.

(10:18 am IST)