Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

ઊંઘની જરૂરિયાતનો લાભ ઉઠાવવા યુએસમાં કંપનીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે ઓનલાઇન સ્લીપિંગ પ્રોડક્ટ્નું વેચાણ

નવી દિલ્હી: તમારી સાત કલાકની ઊંઘની જરૂરિયાત પર પણ માર્કેટની નજર છે. અમેરિકામાં કેટલીક કંપનીઓએ સ્લીપિંગ પ્રોડક્ટ્સ એટલે કે ઊંઘથી જોડાયેલા બેડ જેવી કેટલીક ઑનલાઇન વસ્તુઓ વેચવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ નિવડી. વાસ્તવમાં, અનેક સરવેમાં સામે આવ્યું છે કે વ્યક્તિ હંમેશા વધુ સમય સુધી સારી ઊંઘ ઇચ્છે છે. આ જ કારણ છે કે દુનિયાભરમાં અનેક બ્રાન્ડ સારી ઊંઘનાં સપનાં વેચવામાં ઓતપ્રોત છે. તેમને આશા છે કે સારી નિદ્રા સંપત્તિ છે તો તેનાથી તગડી કમાણી પણ થઇ શકે છે. પરંતુ અમેરિકામાં આ દાવ દરેક કંપનીઓ માટે ફાયદાકારક સાબિત થયો નથી. ન્યૂયોર્કની ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર સ્લીપ પ્રોડક્ટ કંપની કેસ્પરના સીઇઓ એમિલી એરેલ કહે છે કે સૌથી પહેલાં તો અમે સ્વયંને ટેક કંપની માનીએ છીએ. માર્કેટ તેને અહંકારભર્યું નિવેદન માને છે. જોકે વર્ષ 2020માં યુનિકોર્ન બની, પરંતુ આઇપીઓ બાદ તેની વેલ્યૂ અડધી રહી ગઇ અને નવેમ્બર 2021માં આ કંપની પ્રાઇવેટ થઇ ગઇ. એરેલે કહ્યું કે અમારી રણનીતિ એ હતી કે અમે સ્લીપિંગ પ્રોડક્ટ્સ મામલે નાઇકી જેવી બ્રાન્ડ બનીશું. આ સાંભળવામાં જેટલું રોમાંચક છે, અમલીકરણમાં એટલું જ પડકારજનક. અમે કમાણી કરવામાં સક્ષમ નથી. વાસ્તવમાં અમે જે કરીએ છીએ તેને લઇને સ્પષ્ટ દૃષ્ટિકોણ જરૂરી છે. અસલમાં મેટ્રેસ જેવી પ્રોડક્ટ ડાયરેક્ટ ટુ કન્ઝ્યૂમર મોડલમાં ફિટ બેસતી નથી. બેશકપણે બોક્સ બેડ આકર્ષક પ્રોડક્ટ છે પરંતુ સાત કલાકની નિદ્રા માટે પર્યાપ્ત નથી. એટલે જે કેસ્પર જેવી મહત્તમ બોક્સ બેડ બ્રાન્ડ બેડિંગ બ્રાન્ડમાં તબદિલ થઇ ચૂકી છે જે હવે એનેસ્કી, કૉમા, એટિટ્યૂટડ અને બ્રુકલિનના જેવી પરંપરાગત હોમવેર રિટેલ કંપનીઓ સાથે હરીફાઇ કરી રહી છે.

(5:40 pm IST)