Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

અઠવાડિયામાં ચાર દિવસ કામ અને 3 દિવસ રજાની પોલિસી સફળ નીવડી હોવાની માહિતી

નવી દિલ્હી: બ્રિટનમાં અઠવાડિયામાં ચાર દિવસ કામ અને 3 દિવસ રજાને લઈને અમુક કંપનીઓએ ટ્રાયલ શરૂ કરી દીધી છે. જેનો રિપોર્ટ મંગળવારે જાહેર કરવામાં આવ્યો, આ ટ્રાયલને ખૂબ સફળ ગણાવાઈ રહી છે. બ્રિટનમાં કર્મચારીઓને આ પોલિસી ખૂબ પસંદ આવી રહી છે. સમગ્ર બ્રિટનમાં 61 કંપનીઓના કર્મચારીઓએ પોતાના વર્તમાન પગાર સાથે જૂન અને ડિસેમ્બર 2022ની વચ્ચે ચાર દિવસમાં સરેરાશ 34 કલાક કામ કર્યુ. તેમાંથી 56 કંપનીઓ કે 92% એ આવી જ રીતે કામચાલુ રાખવાનો વિકલ્પ પસંદ કર્યો. આ પાયલટ પ્રોગ્રામને બિન-લાભકારી ગ્રૂપ 'ફોર ડે વીક ગ્લોબલ', 'ફોર ડે વીક યુકે કેમ્પેઈન' અને ઓટોનોમી દ્વારા શરૂ કરવામાં આવ્યુ હતુ. જેના હેઠળ લગભગ 3,000 કર્મચારીઓને પાંચ દિવસમાં પૂર્ણ કરવાના ઓફિસના કામને માત્ર 4 દિવસમાં પૂરુ કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. જ્યારે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો તો ખૂબ ચોંકાવનારુ પરિણામ રહ્યુ. આ દરમિયાન તમામ કર્મચારી જુસ્સાભેર કામ કરતા જોવા મળ્યા અને કંપનીની ઉત્પાદકતા અને ગુણવત્તા પર પણ કોઈ ખાસ અસર પડી નહીં. આ ટ્રાયલને દુનિયામાં સૌથી મોટી માનવામાં આવી. એક બ્રિટિશ આધારિત સંશોધન સંગઠન અને ન્યુઝીલેન્ડ સ્થિત ગ્રૂપ 4 ડે વીક ગ્લોબલ સાથે આનો રિપોર્ટ પ્રકાશિત કરવામા આવ્યો. આ પ્રોજેક્ટને જુદી-જુદી ઓફિસોમાં ચાલુ કરવામાં આવ્યો અને તેના પરિણામ આશા સાથે મળ્યા. આ એક નવો પ્રયોગ છે જેના કંપનીઓએ વખાણ કર્યા અને કર્મચારીઓએ પણ આની પર સંમતિ વ્યક્ત કરી. 

(5:39 pm IST)