Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

દસ વર્ષના છોકરાના મોંમાંથી નીકળ્યો ર.૪૬ સેન્ટિમીટર લાંબો દુધિયો દાંત

અમેરિકાના ઓહાયોમાં રહેતા ૧૦ વર્ષના કર્ટિસ બડી નામના છોકરાને દુધિયો દાંત હલતો હતો, પણ  પડતો નહોતો. તે ડો. સ્કોટ બોઝર્ટ નામના ડેન્ટિસ્ટ પાસે ગયો. ડોકટરોએ દુધિયો દાંત ખેંચી કાઢયો ત્યારે એની સાઇઝ જોઇને અચંબામાં પડી ગયા. તેમને લાગ્યું કે આટલો લાંબો દાંત ભાગ્યે જ કોઇકનો હશે. ડોકટરે એ દાંત સાચવી રાખ્યો અને ગિનેસ વર્લ્ડ રેકોડ્ર્સનો સંપર્ક કર્યો. ખરેખર આ દાંત રેકોર્ડબ્રેક નીકળ્યો. આ પહેલાંનો સૌથી લાંબો દુધિયો દાંત ૦.૭૮ ઇંચ એટલે કે ૧.૯૮ સેન્ટિમીટરનો હતો, જયાર ેકર્ટિસ બડીના મોંમાંથી નીકળેલો દાંત ૦.૯૭ ઇંચ એટલે કે ર.૪૬ સૈન્ટિમીટર લાંબો હતો. (૬.૧ર)

(3:07 pm IST)