Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

આ નાઇ ભાઇ તમને ફ્રીમાં ડોનલ્ડ ટ્રમ્પ અને કિમ જોન્ગ-ઉન જેવી હેરસ્ટાઇલ કરી આપે છે

લંડન તા. રર : અઠવાડિયે વિયેટનામના હનોઇમાં મળનારી સમિટમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના તાનાશાહ ક્રિમ જોન્ગ-ઉન મળશે. આ બન્ને એવી બહુચર્ચિત આંતરરાષ્ટ્રીય હસ્તી છે જે તેમના રાજકીય નિર્ણયો માટે જ નહીં, તેમના લુક માટે પણ ખાસ્સી ચર્ચામાં રહે છે. આ જ વાતને લાભ લઇને હેનોઇમાં એક બાર્બર શોપ ચલાવતા ટુઆન્ગ ડોન્ગ નામના ભાઇએ તેની શોપમાં ખાસ ઓફર રજુ કરી છે. તેણે ફ્રીમાં ડોનલ્ડ ટ્રમ્પ અને ક્રિમ જોન્ગ-ઉન જેવી હેરસ્ટાઇલ કરી આપવાની જાહેરાત કરી છે. ચારેક દિવસ પહેલાં આ ફ્રી સ્કીમ બહાર પાડનાર બાર્બરભાઇનું કહેવું છે કે તેણે આ સ્કીમ હેઠળ લગભગ ર૦૦ લોકોને ક્રિમ સ્ટાઇલ હેરકટ કરી આપી છે અને ડોનલ્ડ ટ્રમ્પ સ્ટાઇલ માટે મારી પાસે પાંચ જ જણ આવ્યા છે. ટુઆન્ગ ડોન્ગની આ બન્ને સ્ટાઇલમાં માસ્ટરી છે. તે સામાન્ય રીતે આ બેમાંથી કોઇ પણ પ્રકારની હેરકટ કે હેર કલર કરવાના હોય તો ૩૦૦૦ રૂપિયાની ફી લે છે.(૬.૧૧)

(3:06 pm IST)