Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2017

ન્યુયોર્કમાં કોસ્મેટિક ફેકટરીમાં વિસ્ફોટ: 35 દાજ્યા

નવી દિલ્હી: અમેરિકાના ન્યુયોર્ક શહેરના ઉત્તરમાં એક કોસ્મેટિક ફેકટરીમાં 2 વિસ્ફોટ થવાના કારણે ભભૂકેલાં આગમાં દમકલ વિભાગના 1 કર્મીનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે તેમજ દમકલના સાત કર્મીઓ સહીત 35 લોકોને ઇજા થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.દમકલના કર્મીઓ બીજા ધમાકામાં ઘાયલ થયા હતા.મળતી માહિતી મુજબ જણવા મળી રહ્યું છે કે પ્રથમ ધમાકો 'વર્લ  ઇન્ટરનેશનલ કોસ્મેટિક ફેકટરીમાં સ્થાનીય સમય અનુસાર સવારે 10 વાગ્યે થયો હતો જયારે બીજો ધમાકો સવારે પોણા અગ્યાર વાગ્યે થયો હતો.

 

(7:31 pm IST)